જુઓ અવકાશમાંથી મક્કા-મદીના કેવું દેખાય છે, અવકાશયાત્રીએ ટ્વિટર પર શેર કરી સુંદર તસવીર
- સુલતાન અલ નેયાદીએ તાજેતરમાં સ્પેસવોક કરનાર પ્રથમ આરબ અવકાશયાત્રી બનીને ઇતિહાસ રચ્યો છે. તેણે પોતાના ટ્વિટર હેન્ડલ પરથી ફોટો શેર કરી બતાવ્યું છે કે અંતરિક્ષમાંથી મક્કા-મદીના કેવું દેખાય છે.
સંયુક્ત આરબ અમીરાત-યુએઈના અવકાશયાત્રી સુલતાન અલ-ન્યાદી (જેઓ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન-આઈએસએસ પર 6 મહિનાના મિશન પર છે) એ અવકાશમાંથી મક્કાની તસવીર શેર કરી છે. આ તસવીર વિશ્વભરમાં ઈદની ઉજવણી કરતા પહેલા તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર દેખાઈ હતી. સુલતાન અલ-ન્યાદીએ સ્પેસવોક કરનાર પ્રથમ આરબ નાગરિક બનીને ઈતિહાસ રચ્યો છે. સ્પેસવૉકની તૈયારીમાં અલ નેયાદીએ હ્યુસ્ટન ટેક્સાસમાં NASA ની ન્યુટ્રલ બ્યુયન્સી લેબોરેટરી (NBL) માં તાલીમ લઈ 55 કલાકથી વધુ પાણીની અંદર વિતાવ્યા હતા.
Today is Arafat Day, a pivotal day during Hajj, that reminds us that faith is not just about belief, but also action and reflection. May it inspire us all to strive for compassion, humility, and unity. Here’s a view of the holy site of Mecca 🕋 that I captured yesterday. pic.twitter.com/mGI65NeEmh
— Sultan AlNeyadi (@Astro_Alneyadi) June 27, 2023
સુલતાન અલ-ન્યાદીએ આ વર્ષે 27 જૂને ટ્વિટર પર આ તસવીર શેર કરી હતી. પોસ્ટમાં તસવીર સાથેના કેપ્શનમાં લખ્યું છે કે, ‘આજે અરાફાત દિવસ છે, હજ દરમિયાનનો એક મહત્વપૂર્ણ દિવસ, જે આપણને યાદ અપાવે છે કે આસ્થા માત્ર આસ્થા વિશે નથી, પરંતુ ક્રિયા અને પ્રતિબિંબ પણ છે. તે આપણને સૌને કરુણા, નમ્રતા અને એકતા માટે પ્રયત્ન કરવા માટે પ્રેરણા આપે. આ મક્કાના પવિત્ર સ્થળનો નજારો છે, જે મેં કેદ કર્યો છે. આ સાથે તેમણે સ્પેસ સ્ટેશનથી જ હજ યાત્રા પર આવેલા લોકોને શુભકામનાઓ પણ આપી છે.
આ ટ્વીટને આ સમાચાર લખ્યા ત્યાં સુધી 1.5 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે, જ્યારે 2500 થી વધુ લોકોએ આ પોસ્ટને લાઈક કરી છે. તે જ સમયે, જે લોકોએ પોસ્ટ જોઈ છે તે તેના પર વિવિધ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે સુલતાન અલ-ન્યાદીને સ્પેસએક્સના ક્રૂ-6 મિશનના ભાગરૂપે 2 માર્ચ 2023ના રોજ ફ્લોરિડામાં નાસાના કેનેડી સ્પેસ સેન્ટરથી મોકલવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: OnePlus બ્લાસ્ટ, Nord 3 5G સ્માર્ટફોન અને Nord Buds 2r ઈયરબડ્સ લોન્ચ, જાણો- કિંમત અને ફીચર્સ