શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરના શોપિયાંમાં લશ્કર-એ-તોયબાના હાઈબ્રિડ આતંકી એક અથડામણમાં ઠાર થયો છે. હાઈબ્રિડ આતંકીને શોપિયાંમાં એક ગ્રેનેડ વિસ્ફોટમાં બે મજૂરના મોત પછી પકડવામાં આવ્યો હતો. આતંકવાદ વિરોધી અભિયાન દરમિયાન આ આતંકી ઠાર થયો છે.
Based on disclosure of arrested hybrid terrorist & in continuous raids by Police & security forces, another contact has been established b/w terrorists & SFs at Nowgam, Shopian, in which hybrid terrorist namely Imran Bashir Ganaie killed by firing of another terrorist: J&K Police
— ANI (@ANI) October 18, 2022
પકડવામાં આવેલો હાઈબ્રિડ આતંકીના ખુલાસાને આધારે પોલીસ અને સિક્યોરિટી ફોર્સે દરોડા પાડ્યા હતા. શોપિયાંના નૌગામમાં આતંકી અને સુરક્ષાદળની અથડામણ થઈ. આ અથડામણમાં હાઈબ્રિડ આતંકવાદી ઈમરાન બશીર ગની ફાયરિંગમાં ઠાર થયો હતો. ઘટનાસ્થળેથી આપત્તિજનક સામગ્રી, હથિયાર અને ગોળા બારુદ મળી આવ્યા છે. સર્ચ ઓપરેશન હજુ ચાલી રહ્યું છે.