કોળાની અંદર સંતાડીને લઈ જઈ રહેલા ડ્રગ્સને સુરક્ષા દળોએ ઝડપ્યું, 2ની ધરપકડ
- પોલીસની સતત ઝુંબેશ છતાં ડ્રગ્સ માફિયા કરી રહ્યા છે સ્મગલિંગ
- મણિપુર પોલીસને મળી વધુ એક સફળતા, પક્ડી પાડ્યું 3.5 કરોડનું ડ્રગ્સ
મણીપુર, 26 એપ્રિલ: આસામ રાઈફલ્સ અને મણિપુર પોલીસે ગુરુવારે કોળાની અંદર સંતાડેલ 3.5 કરોડ રૂપિયાનું હેરોઈન જપ્ત કર્યું છે, જેની દાણચોરી પડોશી દેશ મ્યાનમારથી કરવામાં આવી હોવાની આશંકા છે. બાતમી પર કાર્યવાહી કરતા સુરક્ષા દળોએ ફિરઝાવલ જિલ્લાના ટીપાઈમુખથી દક્ષિણ આસામના કચર તરફ જતી એક પીકઅપ ટ્રકને જીરીબામ ખાતે અટકાવી અને બે ડ્રગ સ્મગલરો – અબ્દુલ મન્નાન મજુમદાર અને ખલીલ ઉલ્લાહ બરભુઈયાની ધરપકડ કરી છે.
તપાસ કરતા સુરક્ષા કર્મચારીઓને 30 સાબુના બોક્સમાં 363.45 ગ્રામ હેરોઈન મળી આવ્યું હતું, જે અન્ય શાકભાજી સાથે પીકઅપ ટ્રકમાં ભરેલા કોળામાં સંતાડવામાં આવ્યું હતું. અટકાયત કરાયેલા શખ્સો અને જપ્ત કરાયેલ નશીલા પદાર્થોને આગળની કાયદેસરની કાર્યવાહી માટે જીરીબામ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી છે.
સીએમ બિરેન સિંહે સુરક્ષા દળોને અભિનંદન પાઠવ્યા
મણિપુરના મુખ્ય પ્રધાન એન બિરેન સિંહે તેમના સોશિયલ મીડિયા હેન્ડલ X પર એક પોસ્ટમાં ડ્રગની હેરફેરના વેપાર સામે લડવામાં સુરક્ષા દળોને તેમના શ્રેષ્ઠ કાર્ય માટે અભિનંદન આપ્યા. અન્ય પોસ્ટમાં સિંહે મણિપુરમાં ભાજપ સરકાર દ્વારા શરૂ કરાયેલ “ડ્રગ્સ વિરુદ્ધ યુદ્ધ” અભિયાન વિશે વાત કરી છે. તેમણે કહ્યું, “અમે 60,000 કરોડ રૂપિયાથી વધુની કિંમતના હેરોઈન ડ્રગ્સ, અફીણ, ગોળીઓ વગેરે રિકવર કર્યા છે. 20,000 હેક્ટરથી વધુ અફીણના વાવેતરનો નાશ કર્યો છે… માત્ર આપણા ભારતીય યુવાનોને બચાવવા માટે અમે આ કાર્ય ચાલુ રાખીશું.”
SECURITY FORCES INTERCEPT SUSPECTED BROWN SUGAR CONCEALED INSIDE PUMPKINS!
Great job by the 39th AR team and Jiribam PS for their vigilant actions in intercepting the brown sugar from a pickup truck heading towards Cachar from Tipaimukh, Pherzawl District.
Upon inspection, the… pic.twitter.com/S4Kexk6KHe
— N.Biren Singh (Modi Ka Parivar) (@NBirenSingh) April 25, 2024
પોહાના કવરમાં સંતાડીને કરી રહ્યા હતા ગાંજાની હેરાફેરી
ગયા મહિને મધ્યપ્રદેશના સાગર જિલ્લામાંથી આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો જ્યાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ એક ટ્રકમાંથી લગભગ 655 કિલો ગાંજા જપ્ત કર્યો હતો અને બે દાણચોરોની ધરપકડ કરી હતી. ગાંજાને પોહાની આડમાં છુપાવીને ઓડિશાથી સાગર લાવવામાં આવી રહ્યો હતો. એનસીબીની ટીમે કાર્યવાહી કરી ગાંજો અને ટ્રક કબજે કર્યો હતો.
આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીરના સોપોરમાં આતંકી ફાયરિંગ, એક નાગરિક ઘાયલ