ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

છત્તીસગઢમાં અથડામણઃ 2 મહિલાઓ સહિત 9 નક્સલીઓને દળોએ ઠાર માર્યાં

  • રાજ્યના દાંતેવાડા-બસ્તર ક્ષેત્રમાં નક્સલવાદીઓ વિરુદ્ધ મોટું ઓપરેશન શરૂ કરવામાં આવ્યું

દાંતેવાડા, 3 સપ્ટેમ્બર: છત્તીસગઢના બસ્તરમાં ફરી એકવાર નક્સલવાદીઓ વિરુદ્ધ મોટું નક્સલ વિરોધી ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. આ ઓપરેશનમાં સુરક્ષા દળોએ અત્યાર સુધીમાં બે મહિલાઓ સહિત 9 નક્સલીઓને ઠાર માર્યા છે. સર્ચિંગ દરમિયાન સવારે 10.30 વાગ્યાથી નક્સલવાદીઓ અને જવાનો વચ્ચે ભીષણ અથડામણ શરૂ થઈ હતી. અથડામણ બાદ પણ જવાનોનું સર્ચ ઓપરેશન ચાલુ છે.  સૈનિકોએ સ્થળ પરથી એક SLR, 303-315 રાઈફલ અને બંદૂકો જપ્ત કરી છે.

અધિકારીઓ અને પોલીસ શું કહ્યું?

અધિકારીઓએ જણાવ્યું કે, આ વિસ્તારમાં માઓવાદીઓની હાજરી વિશે ગુપ્ત માહિતી મળી હતી. તેના આધારે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. પોલીસે જણાવ્યું કે, લગભગ 10.30 વાગ્યાથી એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. સુરક્ષા દળોએ કહ્યું કે, માઓવાદીઓ તરફથી સતત ગોળીબાર થઈ રહ્યો હતો. આ પછી, અથડામણમાં માર્યા ગયેલા 9 નક્સલીઓના મૃતદેહ મળી આવ્યા હતા. બધાએ યુનિફોર્મ પહેર્યો હતો. ઘટના સ્થળેથી મોટી માત્રામાં હથિયારો પણ મળી આવ્યા છે.

 

બસ્તરના IG પી. સુંદરરાજે આ વાતની પુષ્ટિ કરતા માહિતી આપી છે. તેમણે કહ્યું છે કે, DRG અને CRPFની સંયુક્ત રીતે દંતેવાડા અને બીજાપુરના સરહદી વિસ્તારમાં નક્સલવાદીઓની પશ્ચિમ બસ્તર વિભાગ સમિતિના માઓવાદીઓ સામે લડી રહી છે. દંતેવાડા SP ગૌરવ રોયે કહ્યું કે, ઓપરેશનમાં સામેલ તમામ સૈનિકો સંપૂર્ણપણે સુરક્ષિત છે. જ્યારે એવું માનવામાં આવે છે કે, માર્યા ગયેલા નક્સલવાદીઓની સંખ્યામાં હજુ વધારો થઈ શકે છે, તેથી શોધ હજુ ચાલુ છે.

બસ્તર પ્રદેશમાં દંતેવાડા અને બીજાપુર સહિત સાત જિલ્લાઓનો સમાવેશ થાય છે. પોલીસે કહ્યું કે, આ એન્કાઉન્ટર સાથે, આ વર્ષે અત્યાર સુધીમાં, સુરક્ષા દળોએ છત્તીસગઢમાં વિવિધ એન્કાઉન્ટરમાં 154 નક્સલવાદીઓને ઠાર કર્યા છે.

આ પણ જૂઓ: સ્કુલ બસે 11 લોકોને કચડ્યા, મૃતકોમાં 5 વિદ્યાર્થીઓ; જાણો ભીષણ અકસ્માત ક્યાં અને ક્યારે થયો?

Back to top button