ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

જમ્મુ કાશ્મીરના કુલગામમાં સુરક્ષા દળોએ 5 આતંકવાદીઓને ઠાર માર્યા, 2 જવાન ઘાયલ

Text To Speech

શ્રીનગર, 19 ડિસેમ્બર: જમ્મુ-કાશ્મીરના કુલગામમાં સુરક્ષા દળોએ આતંકવાદીઓ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. મળતી માહિતી મુજબ, સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચેની અથડામણમાં 5 આતંકીઓ માર્યા ગયા છે. જો કે આ અથડામણમાં બે જવાન પણ ઘાયલ થયા છે. અથડામણ બાદ સુરક્ષાદળોની ટીમ હવે વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે આ અથડામણ કુલગામ જિલ્લાના બેહીબાગ પીએસના કદ્દેર ગામમાં થઈ હતી. બંને તરફથી ભારે ગોળીબાર થઈ રહ્યો છે.

 

માહિતી આપતાં આર્મીના ચિનાર કોર્પ્સે કહ્યું કે, આતંકવાદીઓની હાજરી વિશે વિશેષ ગુપ્ત માહિતીના આધારે ભારતીય સેનાએ કુલગામમાં સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું. સૈનિકોએ શંકાસ્પદ ગતિવિધિઓ જોઈ. આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો, જેના જવાબમાં સૈનિકોએ અસરકારક જવાબ આપ્યો.

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓ વધી

મહત્ત્વપૂર્ણ છે કે, છેલ્લા કેટલાક દિવસોમાં જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓ બહાર આવી હતી, જે બાદ સુરક્ષા દળોએ ઘાટીમાં આતંકવાદ વિરોધી અભિયાનને તેજ કરી દીધું છે. બે મહિના પહેલા 28 ઓક્ટોબરે જમ્મુના અખનૂર વિસ્તારમાં સુરક્ષા દળોએ ત્રણ આતંકીઓને ઠાર કર્યા હતા. ત્યારબાદ આતંકીઓએ સેનાના કાફલા પર હુમલો કર્યો હતો, સુરક્ષા દળોએ આ વિસ્તારમાં ઓપરેશન શરૂ કર્યું હતું. આ ઓપરેશન દરમિયાન ત્રણ આતંકીઓ માર્યા ગયા હતા. માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી હથિયારો અને દારૂગોળો મળી આવ્યો હતો.

સેનાના વાહન પર ગોળીઓ છોડવામાં આવી હતી

અધિકારીઓએ જણાવ્યું કે, જ્યારે આર્મી એમ્બ્યુલન્સ ગામમાંથી પસાર થઈ રહી હતી, ત્યારે ગામમાં કેટલીક ગોળીઓનો અવાજ સંભળાયો હતો, જે સેનાના વાહન પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ પછી, સૈન્યના જવાનોએ પોલીસ સાથે મળીને ગામ અને આસપાસના વિસ્તારોને ઘેરી લીધા હતા અને સરહદ પારથી ઘૂસણખોરી કરી રહેલા આતંકવાદીઓને શોધવા અને તેને બેઅસર કરવા માટે ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા.

આ પણ જૂઓ: 77 વર્ષ બાદ પાકિસ્તાનથી ભારત પરત ફર્યા 92 વર્ષના વૃદ્ધ! પોતાના ગામને જોઈ રડી પડ્યા, કહ્યું..

Back to top button