26 જાન્યુઆરી એટલે કે ગણતંત્ર દિવસની ઉજવણીને લઈને જોરશોરથી તૈયારીઓ શરુ થઈ ગઈ છે. સમગ્ર દેશમાં પ્રજાસત્તાક દિનના ઉજવણીને લઈને લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેની વચ્ચે 26મી જાન્યુઆરી પહેલા સુરક્ષા એજન્સીઓ એલર્ટ કરવામાં આવી છે. ગણતંત્ર દિવસ પર વિવિધ કાર્યક્રમો અંતર્ગત લોકોની ભીડ ઉમટી પડતા હોવાથી સુરક્ષાને ધ્યાનમાં લઈને સુરક્ષા એજન્સીઓને વિશેષ રૂપે એલર્ટ કરાઈ છે.
આ પણ વાંચો : વડોદરા: MS યુનિવર્સિટી કેમ્પસમાં ફરી નમાઝ પઢવાની ઘટના, હિન્દુ સંગઠનમાં રોષ ફેલાયો
26મી જાન્યુઆરી પહેલા સુરક્ષા એજન્સીઓને એલર્ટ કરી દેવામાં આવી છે. ગણતંત્ર દિન તેમજ સ્વતંત્રતા દિન પર આતંકી હુમલાઓને લઈને તમામ સુરક્ષા એજન્સીઓને વિશેષ રૂપે એલર્ટ કરાઈ છે. ગુપ્તચર એજન્સી IBએ દિલ્હી પોલીસને સતર્ક કરી છે. દર વર્ષે ગણતંત્ર દિન તેમજ સ્વતંત્રતા દિન અતંર્ગત દિલ્હીના લાલ કિલ્લા પર ધ્વજવંદન અને અન્ય કાર્યક્રમો થતા હોવા છે. આવા સમયે આતંકી હુમલાઓનું પ્રમાણ વધી જતુ હોય છે. ત્યારે સુરક્ષાને ધ્યાનમા રાખતા સુરક્ષા એજન્સીઓને વિશેષ રૂપે એલર્ટ કરાઈ છે. જેમાં દિલ્હી, યૂપી, પંજાબ સહિત રાજ્યને એલર્ટ કરાવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર પાકિસ્તાનની ISI, ઈસ્લામિક સ્ટેટ અને અલ-કાયદા જેવા આતંકવાદી સંગઠનો 26 જાન્યુઆરીના દિવસે દિલ્હી અને પંજાબ સહિત દેશના મોટા શહેરોને નિશાન બનાવવાની તૈયારી કરી રહ્યા છે. સૂત્રોએ જણાવ્યું કે આ માટે પાકિસ્તાન ISIએ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના ઓપરેટિવ્સની મદદ લીધી છે.
આ પણ વાંચો : અમેરિકાના કેલિફોર્નિયામાં પુરના કારણે લોકો વિજળી વગર રહેવા મજબૂર, જુઓ વિડિયો
ઉલ્લેખનીય છે કે આ વર્ષે ભારત 1 ડિસેમ્બર, 2022થી વૈશ્વિક મહત્વ ધરાવતા સંગઠન G20નું અધ્યક્ષપદ સંભાળી રહ્યું છે. ત્યારે આંતરરાષ્ટ્રીય સ્તરના G-20 કાર્યક્રમ પહેલા પણ સતર્કતા તેટલી જ જરુરી બને છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ જણાવ્યું કે માત્ર 26 જાન્યુઆરીએ જ નહીં, પરંતુ ભારતમાં યોજાનારી G-20 સમિટના અવસર પર પણ ઈસ્લામિક સ્ટેટ અને અલ-કાયદાની સાયબર વિંગ સાયબર સ્પેસ પર ખૂબ જ સક્રિય થઈ ગઈ છે અને G-20 સમિટ દરમિયાન મોટા સાયબર હુમલાઓ કરવાની તૈયારીમાં છે. પાકિસ્તાન ISI 26મી જાન્યુઆરીના દિવસે દિલ્હી અને પંજાબમાં IED બ્લાસ્ટ કરવા માટે તેના સ્લીપર સેલ અને ગેરકાયદે રોહિંગ્યાઓનો ઉપયોગ કરી શકે છે.