કચ્છના દરિયાકાંઠેથી ચરસના 10 પેકેટ સાથે વિસ્ફોટક સેલ મળતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ
- કચ્છના દરિયાકાંઠેથી ચરસના 10 પેકેટ સાથે વિસ્ફોટક સેલ મળ્યો
- છેલ્લા પાંચ દિવસમાં 140 પેકેટ મળી આવતા ચકચાર
કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં માદક પદાર્થો મળવાનો સિલસિલો બંધ થઈ રહ્યો નથી.અહીં અવારનવાર ચરસ મળી આવતું હોવાથી બીએસએફ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવતું હોય છે. ત્યાકે કચ્છના દરિયાકાંઠેથી છેલ્લા લાંબા સમયથી ચરસના બિનવારસી પેકેટ મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે. જો કે, હવે તરસની સાથે વિસ્ફોટક મળવાની ઘટના સામે આવી છે. જેમા ચરસના બિનવારસી 10 પેકેટ સાથે એક વિસ્ફોટક સેલ પણ મળી આવતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ બની છે.
કચ્છના પશ્ચિમી દરિયાઈ કાંઠા વિસ્તારમાંથી ફરી એક વખત માદક પદાર્થ મળવાનો સિલિસિલો શરૂ થયો છે. ગત રવિવારે સલામતી દળને જખૌના ખીદરત બેટ પરથી ચરસના 10 પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યા હતા. ત્યારબાદ ગુરુવારે અબડાસાના દરિયા કાંઠેથી ચરસના વધુ 10 પેકેટ મળી આવ્યા છે. એકજ સપ્તાહના સળંગ પાંચ દિવસ દરમિયાન ચરસના કુલ 140 પેકેટ જ્યારે હેરોઈનના ત્રણ પેકેટ સુરક્ષા એજન્સીઓ અને સલામતી દળને બિનવારસી મળી આવ્યા છે. તો આજે ચરસના પેકેટ સાથે વિસ્ફોટક સેલ પણ મળી આવ્યો છે. જેને લઇ સુરક્ષા એજન્સીઓ અને સલામતી દળના જવાનોએ દરિયાઈ કાંઠા વિસ્તારમાં તલાસ અભિયાન સઘન બનાવી દીધુ છે.
સ્વતંત્રતા દિવસે 10 પેકેટ ચરસ અને 1 પેકેટ હેરોઇન મળ્યું
મહત્વનું છે કે,સ્વતંત્રતા દિવસે BSFને શેખરન પીર ટાપુ પરથી 10 પેકેટ ચરસ અને 1 પેકેટ હેરોઇન મળી આવ્યું હતુ, તો સ્ટેટ આઈબીને જખૌના સૈયદ સુલેમાન પીર કાંઠા વિસ્તારમાંથી 10 પેકેટ ચરસ અને 1 પેકેટ હેરોઇન મળ્યું હતું. ગઈકાલ તા. 16 ના જખૌ નજીકના સિંઘોડી અને પિંગ્લેશ્વર વચ્ચેના દરિયાઈ વિસ્તારમાંથી ચરસના 10 પેકેટ જ્યારે કોઠારા પોલીસને ખીદરત બેટ પાસેથી ચરસના 20 પેકેટ મળી આવ્યા હતા. આ સિલિસિલો આજદિન સુધી યથાવત રહેવા પામ્યો છે.
ફરી એક વખત માદક પદાર્થ મળવાનો સિલિસિલો શરૂ
ઉલ્લેખનીય છે કે,કચ્છના પશ્ચિમી દરિયાઈ કાંઠા વિસ્તારમાંથી ફરી એક વખત માદક પદાર્થ મળવાનો સિલિસિલો શરૂ થયો છે. ગત રવિવારે સલામતી દળને જખૌના ખીદરત બેટ પરથી ચરસના 10 પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યા હતા. ત્યારબાદ આજે ગુરુવારે અબડાસાના દરિયા કાંઠેથી ચરસના વધુ 10 પેકેટ મળી આવ્યા છે. એકજ સપ્તાહના સળંગ પાંચ દિવસ દરમિયાન ચરસના કુલ 140 પેકેટ જ્યારે હેરોઈનના ત્રણ પેકેટ સુરક્ષા એજન્સીઓ અને સલામતી દળને બિનવારસી મળી આવ્યા છે. તો આજે ચરસના પેકેટ સાથે વિસ્ફોટક સેલ પણ મળી આવ્યો છે. જેને લઇ સુરક્ષા એજન્સીઓ અને સલામતી દળના જવાનોએ દરિયાઈ કાંઠા વિસ્તારમાં તલાસ અભિયાન સઘન બનાવી દીધુ છે.
આ પણ વાંચો : ગુજરાતના આ વિસ્તારમાંથી એપ્રિલથી અત્યાર સુધી 81 પેકેટ ચરસ મળ્યું