ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ખેડૂતોના આંદોલનને ધ્યાનમાં રાખીને દિલ્હીની સરહદો પર કલમ 144 લાગુ

  • દિલ્હી પોલીસે ગાઝીપુર બોર્ડર, ટિકરી બોર્ડર અને સિંઘુ બોર્ડર પર કલમ ​​144 લાગુ કરી

નવી દિલ્હી, 12 ફેબ્રુઆરી: ખેડૂતોએ ફરી એકવાર સરકાર સામે આંદોલન કરવોનો નિર્ણય લીધો છે. ખેડૂતોએ 13 ફેબ્રુઆરીએ દિલ્હી કૂચ કરવાની જાહેરાત કરી છે. ખેડૂતોની આ જાહેરાતને જોતા દિલ્હી પોલીસ પણ સતર્ક થઈ ગઈ છે. ખેડૂતોને દિલ્હીમાં પ્રવેશતા રોકવા માટે તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. દિલ્હીની સરહદો પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. પોલીસની સાથે અર્ધલશ્કરી દળોની ટુકડીઓ પણ તૈનાત કરવામાં આવી છે.

દિલ્હીની સરહદો પર કલમ 144 લાગુ

આ સાથે દિલ્હી પોલીસે ગાઝીપુર બોર્ડર, ટિકરી બોર્ડર અને સિંઘુ બોર્ડર પર કલમ ​​144 લગાવી દીધી છે. આ સાથે સરહદો પર બેરીકેટ લગાવવામાં આવ્યા છે. પોલીસ આ સરહદો પરથી પસાર થતા વાહનોનું પણ ચેકિંગ કરી રહી છે. આ સાથે ત્યાંની પોલીસે હરિયાણા અને પંજાબ સરહદો પર સતર્કતા વધારી દીધી છે. ખેડૂતોને આગળ વધતા અટકાવવા માટે સિમેન્ટના બેરિકેડ લગાવવામાં આવ્યા છે આ સાથે જ કેનાલોમાં પાણી પણ છોડવામાં આવ્યું છે.

 

દિલ્હી ટ્રાફિક પોલીસે એડવાઈઝરી જારી કરી

ખેડૂતોના આંદોલનને ધ્યાનમાં રાખીને દિલ્હી ટ્રાફિક પોલીસે એડવાઈઝરી જારી કરી છે. મળતી માહિતી મુજબ, સોમવારથી સિંઘુ બોર્ડર પર કોમર્શિયલ વાહનોની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવશે. મંગળવારે સિંઘુ બોર્ડરને સંપૂર્ણપણે સીલ કરી દેવામાં આવશે અને સિંઘુ બોર્ડર પરથી કોઈપણ પ્રકારના વાહનોની અવરજવર પર પ્રતિબંધ રહેશે.

જાણો બપોર સુધીના તમામ મહત્ત્વના સમાચાર HD News ટૉપ-10ના વીડિયો દ્વારા

દિલ્હીમાં અનેક જગ્યાએ ડાયવર્ઝન

ખેડૂતોના આંદોલનની તૈયારી સાથે દિલ્હી પોલીસ પણ સતર્ક થઈ ગઈ છે, દિલ્હીની અનેક સરહદો પર કલમ 144 લાગુ કરવામાં આવી છે. રસ્તાઓ પર ઢગલો બેરિકેટ ખડકી દેવામાં આવ્યા છે. તેની સાથે અનેક રસ્તાઓના દિલ્હી ટ્રાફિક પોલીસે ડાયવર્ઝન પણ આપ્યા છે. દિલ્હીથી સોનીપત અથવા નેશનલ હાઈવે 44 દ્વારા આગળની મુસાફરી પૂર્ણ કરવા માટે, આંતરરાજ્ય બસોએ કાશ્મીર ગેટ બસ સ્ટેન્ડથી મજનુ કા ટીલા, સિગ્નેચર બ્રિજ, ખજુરી ચોક અને લોની બોર્ડર થઈને આગળ વધવાનું રહેશે. તે જ સમયે, ભારે વાણિજ્યિક વાહનોને DSIIDC કટ થઈને બવાના રોડ ક્રોસિંગ થઈને અને પછી બવાના ચોકથી ઓચંડી બોર્ડર થઈને સૈયદપુર ચોકી થઈને KMP થઈને જવું પડશે. જ્યારે રોહતક તરફ જતા ભારે વાહનોને રિથાલા, UER 2, કાંઝાવાલા અને જૌંતી બોર્ડર થઈને આઉટર રિંગ રોડ પર મુકરબા ચોક થઈને હરિયાણામાં પ્રવેશવાની સલાહ આપવામાં આવી છે.

 

શસ્ત્રો વગેરે લાવવાની પણ મનાઈ

પોલીસ દ્વારા જારી કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે કલમ 144 લાગુ થવાને કારણે પ્રદર્શનકારીઓને ટ્રેક્ટર, ટ્રોલી, બસ, ટ્રક, કોમર્શિયલ વાહનો, ઘોડા વગેરે પર દિલ્હી આવવા પર પ્રતિબંધ રહેશે. આ સાથે કોઈને પણ શસ્ત્રો, તલવારો, ત્રિશૂળ, લાકડીઓ કે સળિયા સાથે દિલ્હી આવવા પર પ્રતિબંધ રહેશે.

આ પણ વાંચો: ખેડૂત આંદોલન : 13 ફેબ્રુઆરીએ મોડિફાઇડ ટ્રેક્ટર સાથે વિરોધીઓ કૂચ કરશે, પોલીસને એલર્ટ કરાઈ

Back to top button