મનોરંજન

રણવીર સિંહે વેનિટી વેનમાં કર્યું સેક્સ, કરણ જોહરે કહ્યું-કેવી રીતે…  

Text To Speech

કોફી વિથ કરણ સીઝન 7ના પ્રથમ એપિસોડમાં બોલિવૂડ અભિનેતા રણવીર સિંહનો સ્વેગ છવાયો. રણવીરે પોતાના બેબાક જવાબોથી ચાહકોનું મનોરંજન કરવાનો કોઈ મોકો છોડ્યો ન હતો. પછી તે હનીમૂનનું રહસ્ય હોય, સેક્સ પ્લેલિસ્ટ સાંભળવું હોય કે પછી વેનિટી વેનમાં સેક્સ કરવાની વાત હોય… રણવીર સિંહે કરણના પ્રશ્નોના જવાબ બેબાક પણે આપ્યા..

વેનિટી વેનમાં રોમાન્સ કરતો રણવીર

રણવીર સિંહે કોફી બિન્ગો સેશનમાં ઘણા રહસ્યો જાહેર કર્યા આવા રહસ્યો વિશે સેલેબ્સ વાત કરવાનું ટાળે છે. અહીં રણવીરે કબૂલ્યું હતું કે તેણે શૂટિંગ દરમિયાન વેનિટી વેનમાં સેક્સ કર્યું હતું. રણવીરનું આ રહસ્ય જાણીને કરણ જોહર ચોંકી ગયો હતો. તેણે તરત જ રણવીરને પૂછ્યું, આ કેવી રીતે થયું? શું તને ડર ના લાગ્યો કે કોઈ આવી જશે. હું સુરક્ષાની વાત કરું છું. ત્યારે આલિયાએ કહ્યું કે દરવાજો અંદરથી બંધ કર્યો હશે. પછી રણવીરે કહ્યું- આ કરવામાં જોખમ છે, પરંતુ તે રોમાંચક છે.

મે ક્યારેય ટ્રાય નથી કર્યો: કરણ

રણવીરનો જવાબ સાંભળ્યા બાદ કરણ જોહરે કહ્યું- લવલી, મેં ક્યારેય આવો ટ્રાય કર્યો નથી. હવે રણવીર સિંહનો આ જવાબ ખરેખર બોલ્ડ હતો. પરંતુ રણવીર રણવીર છે, તે જેવો છે તેવો નિર્ભય છે, તેને લોકોના નિર્ણયની પરવા નથી. અભિનેતાએ બેબાક જવાબ આપીને શોને વધુ મનોરંજક બનાવ્યો હતો.

દીપિકા-આલિયા વચ્ચે શું તફાવત છે?

રેપિડ ફાયર રાઉન્ડમાં રણવીરને દીપિકા અને આલિયા વચ્ચે મોટો તફાવત જણાવવા માટે કહેવામાં આવ્યું હતું. જવાબમાં રણબીરે કહ્યું હતું કે આલિયા ભાષામાં નિપૂર્ણ છે. જયારે દીપિકાની ઉંચાઈ વધુ છે. તો બીજી તરફ આલિયાએ રણબીર અને રણવીર વચ્ચેનો તફાવત જણાવતા કહ્યું કે રણવીર પાસે ભાષાકીય ક્ષમતા (દરેક ભાષામાં બોલવાની ક્ષમતા) અને તાકાત છે. જ્યારે રણબીર સમયનો પાબંદ છે. તે ખૂબ જ સરળતાથી ડાન્સ કરે છે.

 

Back to top button