ગુપ્ત નવરાત્રી શરૂ, દરેક વ્યક્તિ રાશિ પ્રમાણે કરે આ ઉપાય
- ગુપ્ત નવરાત્રી 30 જાન્યુઆરીથી શરૂ થઈ છે, તે 7 ફેબ્રુઆરી સુધી ચાલશે. મહા અને અષાઢ મહિનામાં ઉજવાતી નવરાત્રીને ગુપ્ત નવરાત્રી પણ કહેવામાં આવે છે
HD ન્યુઝ ડેસ્કઃ ગુપ્ત નવરાત્રીનો પ્રારંભ મહા મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી શરૂ થાય છે. આ પ્રસંગે માતાના ભક્તો નવ દિવસ સુધી વિશેષ આરાધના કરશે. ખાસ કરીને આ નવરાત્રીમાં ભક્તો તંત્ર-મંત્ર અને સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માટે માતાના વિવિધ સ્વરૂપોની પૂજા કરે છે. આ નવરાત્રી 30 જાન્યુઆરીથી મહા મહિનાના શુક્લ પક્ષમાં શરૂ થશે અને 7 ફેબ્રુઆરીએ સમાપ્ત થશે. સનાતન ધર્મમાં ઉજવાતી આ નવરાત્રી વર્ષમાં ચાર વખત ઉજવવામાં આવે છે. ચૈત્ર અને આસો મહિનામાં આવતી નવરાત્રી વિશે તો બધા જાણે છે, પરંતુ ગુપ્ત નવરાત્રી વિશે ઓછાને ખ્યાલ હોય છે. મહા અને અષાઢ મહિનામાં ઉજવાતી નવરાત્રીને ગુપ્ત નવરાત્રી પણ કહેવામાં આવે છે.
ગુપ્ત નવરાત્રી શરૂ:
હિંદુ કેલેન્ડર અનુસાર, મહા મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ 29 જાન્યુઆરીએ સાંજે 6.02 કલાકે શરૂ થશે. જ્યારે 30 જાન્યુઆરીએ સાંજે 4:07 કલાકે સમાપ્ત થશે. ઉદયા તિથિ મુજબ ગુરૂવારથી ગુપ્ત નવરાત્રિ શરૂ થઈ છે.
આ નવરાત્રીમાં જો ભક્તો પોતાની રાશિ પ્રમાણે માતા દેવીની પૂજા-અર્ચના કરશે તો તેમની મનોકામનાઓ પૂર્ણ થશે. જ્યોતિષ નિષ્ણાતો વિવિધ રાશિના લોકો માટે અલગ-અલગ પૂજા સૂચવે છે.
મેષથી મીન રાશિના લોકોએ આ ઉપાયો કરવા જોઈએ
- મેષઃ નવરાત્રિના દિવસે નવ કન્યાઓને લાલ ચુનરી અને મીઠાઈ ભેટમાં આપવાથી ધન સંબંધિત સમસ્યાઓ દૂર થશે.
- વૃષભઃ માતાની પૂજા અને દુર્ગા ચાલીસાનો દરરોજ પાઠ કરવાથી સુખ અને શાંતિ મળશે.
- મિથુનઃ લીલી ચુનરી અને લીલી બંગડીઓ અર્પણ કરવાથી ઈચ્છિત મનોકામના પૂર્ણ થશે.
- કર્કઃ નાણાકીય લાભ માટે ગુપ્ત નવરાત્રિ દરમિયાન હવન કરો અને ખીર-મધ ચઢાવો.
- સિંહઃ જીવનમાં સકારાત્મક ઉર્જા માટે મા દુર્ગાના નવાર્ણમંત્રનો જાપ કરો.
- કન્યા: પરિવારમાં ખુશ રહેવા માટે નવ દિવસ સુધી દુર્ગા ચાલીસાનો પાઠ કરો.
- તુલા: વિવિધ સમસ્યાઓમાંથી મુક્તિ મેળવવા માટે નારિયેળ અર્પણ કરો અને ગરીબોને દાન કરો.
- વૃશ્ચિકઃ જીવનમાં સુખ-શાંતિ માટે નવરાત્રી દરમિયાન હનુમાનજીને પાનનું બીડું ચઢાવો.
- ધનુઃ જીવનમાં સુખ અને શાંતિ માટે મા દુર્ગાને 21 ગોમતી ચક્ર અને ત્રણ નારિયેળ અર્પણ કરો.
- મકર: તમામ સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે શિવલિંગ પર લવિંગની જોડી ચઢાવો
- કુંભઃ સુખ-સમૃદ્ધિ માટે નવ દિવસ સુધી દુર્ગા ચાલીસાનો પાઠ કરો.
- મીનઃ દેવી દુર્ગાને શણગારનો સામાન અર્પણ કરો
આ પણ વાંચોઃ વસંત પંચમીના દિવસે કરો આ વસ્તુઓનું દાન, ઘરમાં ધન-ધાન્યમાં થશે વૃદ્ધિ