બનાસકાંઠા : દાંતીવાડા ના રામસીડા, માળીવાસ, ધાનેરા ના ધરણોધર, ભાજણા માં માધ્યમિક શાળા મંજૂર
- ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ ની રજૂઆત બાદ શિક્ષણ વિભાગ દ્વારા લેવાયો નિર્ણય
- બનાસકાંઠા જિલ્લામાં નવિન માધ્યમિક શાળાઓ શરૂ થવાથી શિક્ષણ નો વ્યાપ વધશે
બનાસકાંઠા 10 ઓગસ્ટ 2024 : રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં પણ માધ્યમિક શાળાઓ નવી મંજૂર કરવામાં આવી છે. જેમાં દાંતીવાડા તાલુકાના રામસીડા અને માળીવાસ તેમજ ધાનેરા તાલુકાના ધરણોધર અને ભાજણા ગામે નવીન માધ્યમિક શાળા મંજૂર થતા ગ્રામજનોમાં ભારે ખુશી જોવા મળી રહી છે.
ગ્રામ્ય વિસ્તારમાં પણ હવે ધીરે ધીરે શિક્ષણનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે ગ્રામ્ય વિસ્તાર તેમજ ખેતરોમાં રહેતા પરિવારો પણ શિક્ષણ તરફ વધુ આકર્ષાઈ રહ્યા છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા શુક્રવારે માધ્યમિક શાળાઓની નવીન મંજૂરીઓ આપવામાં આવી છે. જેમાં ધાનેરા વિધાનસભા મત વિસ્તારના યુવા ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ દ્વારા પણ ધાનેરા અને દાંતીવાડા તાલુકામાં નવીન માધ્યમિક શાળા મંજૂર થાય તે માટે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર સહિતને રજૂઆત કરી હતી. આથી રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ધાનેરા તાલુકાના ધરણોધર અને ભાજણા ગામે નવીન માધ્યમિક શાળા મંજૂર કરવામાં આવી છે. આ ઉપરાંત દાંતીવાડા તાલુકાના રામસીડા અને માળીવાસ ગામે પણ માધ્યમિક શાળાને મંજૂરી આપી છે. જેથી ગ્રામ્ય વિસ્તારના દિકરા દિકરીઓ ને ઘર આંગણે જ શિક્ષણ મળી શકશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ નવી શાળાઓના નિર્માણથી ધાનેરા મતવિસ્તારમાં શિક્ષણની ક્ષિતિજ વિશાળ થશે અને અમારા વિદ્યાર્થીઓ માટે વૈભવપૂર્ણ ભવિષ્યની તકો સર્જાશે. વિજ્ઞાન, ગણિત અને ભાષાશાસ્ત્રની જ્ઞાનઝરાઓ હવે દરેક ગામડાં સુધી પહોચી શકશે, જે આપણા સમાજના વિક્સાસ માટે અનિવાર્ય છે.
ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણ નો વ્યાપ વધશે
મારા ધાનેરા વિધાનસભા મતવિસ્તારમાં ચાર નવી સરકારી માધ્યમિક શાળાઓની મંજૂરી માટે હું રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર સાહેબ, મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા નો હૃદયથી આભાર વ્યક્ત કરૂં છું તેમજ નવિન માધ્યમિક શાળા મંજૂર થવાથી ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણ નો વ્યાપ વધશે તેમ ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ એ જણાવ્યું હતું.
આ પણ વાંચો : બનાસકાંઠા : ડીસા માર્કેટ યાર્ડ માંથી જુગાર રમતા નવ શખ્સો ઝડપાયા