ટોપ ન્યૂઝનેશનલ

8 કલાકમાં બીજો આતંકવાદી હુમલો, હવે CRPF ટીમ પર ગોળીબાર

Text To Speech

જમ્મુ-કાશ્મીરના અનંતનાગના બિજબેહરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં શુક્રવારે બપોરે પોલીસ અને CRPFની ટીમ પર આતંકવાદીઓ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું છે. જેમાં એક પોલીસકર્મી ઘાયલ થવાના અહેવાલ છે. જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સાથે જ આતંકીઓને કાબૂમાં લેવા માટે વિસ્તારને ઘેરાબંદી કરી લેવામાં આવ્યો છે.

કાશ્મીર પોલીસે તેના ટ્વિટર હેન્ડલ પર આ જાણકારી આપી છે. પોલીસે ટ્વીટ કર્યું, “આતંકવાદીઓએ અનંતનાગના બિજબેહરા વિસ્તારમાં પોલીસ/સીઆરપીએફ જોઈન્ટ નાકા પાર્ટી પર ગોળીબાર કર્યો. આ આતંકવાદી ઘટનામાં એક પોલીસ કર્મચારી ઘાયલ થયો હતો, જેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. આ વિસ્તારને ઘેરાબંદી કરી લેવામાં આવ્યો છે અને શોધ ચાલુ છે.

મળતી માહિતી મુજબ, બિજબેહરામાં આતંકવાદીઓના ગોળીબારમાં બિજબેહરા પોલીસ સ્ટેશનના વડા ઘાયલ થયા છે, જે બિજબેહરાના કુરકદલમાં ફરજ બજાવી રહ્યા હતા. તેમને SDH બિજબેહરામાં શિફ્ટ કરવામાં આવ્યા છે.

તમને જણાવી દઈએ કે આઠ કલાકમાં આ બીજી આતંકવાદી ઘટના છે. આ પહેલા શુક્રવારે વહેલી સવારે બાંદીપોરામાં બિહારના એક વ્યક્તિની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. છેલ્લા 10 મહિનામાં આતંકવાદીઓએ બિહારના 7 લોકોની ગોળી મારીને હત્યા કરી છે.

Back to top button