બીજી સેમિફાઇનલ મેચ : સાઉથ આફ્રીકાએ ટોસ જીતીને બેટિંગ કરવાનો લીધો નિર્ણય
- કોલકત્તાના ઇડન ગાર્ડન સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રીકા વચ્ચે બીજી સેમિફાઇનલ મેચ
- ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં સાઉથ આફ્રીકાના કેપ્ટને ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો
વર્લ્ડ કપ 2023 સેમીફાઇનલ : કોલકત્તાના ઇડન ગાર્ડન સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રીકા વચ્ચે વર્લ્ડકપ 2023ની બીજી સેમિફાઇનલ મેચ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે. બંને ટીમો સમાન પોઇન્ટ્સ પર છે અને શાનદાર ફોર્મમાં પણ છે તેથી આજની મેચ રોમાંચથી ભરપૂર રહેવાની આશા છે. બંને ટીમ વચ્ચે ટોસ ઉછળવામાં આવ્યો છે અને સાઉથ આફ્રીકાના કેપ્ટન દ્વારા ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી ઓસ્ટ્રેલિયા ફિલ્ડિંગ કરવા મેદાનમાં ઉતરશે. જો કે, આ મેચ પર ઘેરા વાદળોની છાયા છવાઈ રહી છે. ખરેખર, આજે કોલકાતામાં વરસાદની સંભાવના છે.
Temba Bavuma won the toss and elected to bat first in Kolkata 🏏
Which of these sides will feature in the #CWC23 final against India in Ahmedabad ❓#SAvAUS pic.twitter.com/YUlCfEjvv2
— ICC Cricket World Cup (@cricketworldcup) November 16, 2023
ભારતીય ટીમ સાથે ફાઈનલ કોણ રમશે ?
વર્લ્ડ કપ 2023ના પોઈન્ટ ટેબલમાં, સાઉથ આફ્રીકા અને ઓસ્ટ્રેલિયા બંને 7-7 મેચ જીતીને સેમિફાઈનલમાં પહોંચ્યા હતા. અહીં સાઉથ આફ્રીકાની નેટ રન રેટ ઓસ્ટ્રેલિયા કરતા વધુ છે. આવી સ્થિતિમાં તે લીગ તબક્કાના પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. એટલે કે જો ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રીકા વચ્ચેની મેચમાં વરસાદના કારણે રિઝર્વ ડે પર પણ પરિણામ નહીં આવે તો દક્ષિણ આફ્રિકા ફાઇનલમાં પહોંચી જશે.
ઓસ્ટ્રેલિયાની પ્લેઇંગ ઈલેવનની ટીમ
સાઉથ આફ્રીકા સામેની સેમિફાઇનલની મેચમાં ઓસ્ટ્રેલિયાની પ્લેઇંગ ઈલેવનની ટીમમાં ટ્રેવિસ હેડ, ડેવિડ વોર્નર, મિશેલ માર્શ, સ્ટીવન સ્મિથ, માર્નસ લાબુશેન, જોશ ઇંગ્લિસ (wk), ગ્લેન મેક્સવેલ, પેટ કમિન્સ (C), મિશેલ સ્ટાર્ક, એડમ ઝમ્પા, જોશ હેઝલવુડનો સમાવેશ કરવામાં આવ્યો છે.
South Africa win the toss and back their strength!
Maxwell, Labuschagne, Jansen and Shamsi are all in the XIs 🏏#CWC23 #SAvAUS LIVE ▶️ https://t.co/NKJxPQslQa pic.twitter.com/ELmCjq5721
— ESPNcricinfo (@ESPNcricinfo) November 16, 2023
સાઉથ આફ્રીકાની પ્લેઇંગ ઈલેવનની ટીમ
ઓસ્ટ્રેલિયા સામેની સેમિફાઇનલની મેચમાં સાઉથ આફ્રીકાની પ્લેઇંગ ઈલેવનની ટીમ ક્વિન્ટન ડી કોક (wk), ટેમ્બા બાવુમા (C), રાસી વાન ડેર ડુસેન, એઇડન માર્કરામ, હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર, માર્કો જેન્સેન, કેશવ મહારાજ, ગેરાલ્ડ કોએત્ઝી, કાગીસો રબાડા, તબરેઝ શમ્સીનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ઇડન ગાર્ડનની પિચ બોલર્સ માટે વધુ અનુકુળ
2023 વર્લ્ડ કપની મેચો દરમિયાન ભારતમાં પિચોની ગુણવત્તાને લઈને વિવાદ થતો રહ્યો છે, પરંતુ ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે બુધવારે કહ્યું હતું કે, “તેને ICC પર વિશ્વાસ છે અને તેની ટીમને આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો નથી.”
ઈડન ગાર્ડન સ્ટેડિયમની તમામ પિચો કાળી માટીથી બનેલી છે જેથી અહીં બોલર્સને સારો બાઉન્સ મળે છે. અહીં 35 વનડે મેચોમાં પ્રથમ ઇનિંગનો સરેરાશ સ્કોર 240 છે. જેથી પ્રથમ ઇનિંગમાં સ્પિનરોને મદદ મળી શકે છે. જો કે ફાસ્ટ બોલરોને પણ સાંજના સમયે ફાયદો થઈ શકે છે. અહીં ઝાકળની અસર વધુ જોવા મળશે નહીં.
આ પણ જુઓ : સેમીફાઇનલ મેચમાં ભારતની ન્યુઝીલેન્ડ સામે શાનદાર જીત, મોહમ્મદ શમીએ ઝડપી 7 વિકેટ