કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

કચ્છમાં એક જ સપ્તાહમાં બીજીવાર ભૂકંપનો આંચકો, કેન્દ્ર બિંદુ ખાવડાથી 30 કિમી દૂર નોંધાયું

Text To Speech

ભુજ, 01 ફેબ્રુઆરી 2024, કચ્છમાં આજે સવારે ભુજના દુર્ગમ ખાવડાથી 30 કિલોમીટર દૂર ભારત પાકિસ્તાન સરહદ તરફ કેન્દ્રબિંદુ ધરાવતો 4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો છે. ગત રવિવાર બાદ આજે ફરી એક જ સપ્તાહમાં આ બીજો આંચકો અનુભવાયો છે. આ કંપનથી કોઈ સ્થળે નુક્શાનીના હેવાલ મળ્યા નથી. ખવડાથી ઉત્તર પૂર્વ દિશાએ 30 કિલોમીટર દૂર રણ વિસ્તારમાં આંચકનું કેન્દ્રબિંદુ નોંધાયું હતું. આંચકાની અસર ખાવડા, દુધઈ અને ભચાઉ તાલુકાના રણ કાંઠાના વિસ્તારોમાં અનુભવાઈ છે.

કચ્છમાં 4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો
ગાંધીનગર સ્થિત સિસમોલોજી રીસર્ચ સેન્ટર દ્વારા જારી કરાયેલી યાદીમાં જણાવાયું હતું કે, કચ્છમાં 4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેનું કેન્દ્ર બિંદુ કચ્છના ભચાઉથી 21 કિલોમીટર દૂર ઉત્તર પશ્વિમ દિશાએ નોંધાયું હતું. ગત 28 જાન્યુઆરીએ 4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેનું એપિ સેન્ટર ભચાઉથી 21 કિલોમીટર દૂર ઉત્તર પશ્વિમ દિશાએ નોંધાયું હતું.ભચાઉ, નેર કડોલ, બંધડી વગેરે ગામોમાં ભારે આંચકો અનુભવાયો હતો.

નળિયા હલ્યા અને ઘરમાં મૂકેલા વાસણો પડી ગયા
28 જાન્યુઆરીએ આવેલા આંચકાની અસર સમગ્ર જિલ્લામાં જોવા મળી હતી. ભચાઉ, નેર કડોલ, બંધડીમાં વધુ અસર જોવા મળી હતી. તો ખાવડા વિસ્તારમાં ઘરની છતના નળિયા હલ્યા હતા અને ઘરમાં મૂકેલા વાસણો પડી ગયા હતા. નવી મોટી ચાર‌ઇમા પણ ઘણીવાર ધરા ધ્રુજી હતી. ભુજ માધાપરમાં પણ લોકો ઘર બહાર દોડી આવ્યા હતા. જ્યારે ભચાઉના ભઠ્ઠા વિસ્તારમાં મહિલાઓ બાળકો સાથે ઘર બહાર દોડી આવી હતી. તો માંડવીમાં પણ અસર જોવા મળી હતી.

આ પણ વાંચોઃઅમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બોગસ પાસપોર્ટ સાથે યુવક ઝડપાયો

Back to top button