ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતમાં HMPV વાયરસનો બીજો કેસ, આ વિસ્તારના બાળકનો રિપોર્ટ પોઝિટિવ

Text To Speech
  • HMVPનો ગુજરાતમાં પ્રથમ કેસ અમદાવાદમાં ખાનગી હૉસ્પિટલમાં નોંધાયો
  • રાજ્ય સરકારે વાઇરસને લઈને એડવાઇઝરી જાહેર કરી
  • HMPVનો કેસ સામે આવતાની સાથે આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું

કોરોના વાઇરસની મહામારી બાદ હવે હ્યુમન મેટાન્યૂમો વાઇરસે (HMPV) ચીન બાદ ભારતમાં એન્ટ્રી કરી છે. આ વાઇરસના અમુક કેસો ભારતમાં નોંધાયાના અહેવાલ છે. જેમાં અમદાવાદ શહેરમાં HMPVનો શંકાસ્પદ કેસ નોંધાતા રાજ્ય સરકારે વાઇરસને લઈને એડવાઇઝરી જાહેર કરી હતી.

HMPVનો કેસ સામે આવતાની સાથે આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું

ગુજરાતમાં અમદાવાદ બાદ હિંમતનગરના પ્રાંતિજમાં HMPVનો બીજો કેસ સામે આવ્યો છે. જેના કારણે આરોગ્ય વિભાગ દોડતું થયું છે. અમદાવાદ બાદ હિંમતનગરની ખાનગી હૉસ્પિટલમાં સારવાર હેઠળના આઠ વર્ષના બાળકનો HMPVનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું સામે આવ્યું છે. બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવતાં તેને હાલ ICUમાં રાખવામાં આવ્યો છે. બાળક પ્રાંતિજ તાલુકાના એક ગામનો છે. જ્યારે જિલ્લામાં HMPVનો કેસ સામે આવતાની સાથે આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે.

HMVPનો ગુજરાતમાં પ્રથમ કેસ અમદાવાદમાં ખાનગી હૉસ્પિટલમાં નોંધાયો

ચીનના ખતરનાક વાઇરસ HMVPનો ગુજરાતમાં પ્રથમ કેસ અમદાવાદમાં ખાનગી હૉસ્પિટલમાં નોંધાયો હતો. જેમાં શંકાસ્પદ જણાતાં 2 મહિનાના બાળકનો રિપોર્ટ પોઝિટિવ જણાયો હતો. અમદાવાદમાં ચાંદખેડા વિસ્તારમાં આવેલી ઓરેન્જ હૉસ્પિટલમાં બાળકને 24 ડિસેમ્બર 2024ના દાખલ કરાયા બાદ 26 ડિસેમ્બરે રિપોર્ટ આવ્યો હતો. પરંતુ આ મામલે હૉસ્પિટલે તંત્રને અવગત ન કરતાં AMC આરોગ્ય અધિકારીએ નોટિસ પાઠવી હૉસ્પિટલ સત્તાધીશો પાસેથી સમગ્ર મામલે ખુલાસો માંગ્યો હતો.

હવે RTPCR ટેસ્ટ ફરજિયાત કરાશે

ગુજરાત સરકારે જાહેર કરેલી એડવાઇઝરી અનુસાર, હ્યુમન મેટાન્યૂમો વાઇરસ (HMPV) શ્વસન વાઇરસની જેમ શિયાળાની ઋતુમાં ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધ વયના લોકોમાં દેખાય છે. તેના લક્ષણોમાં સામાન્ય શરદી અને ફ્લૂનો સમાવેશ થાય છે. રાજ્ય સરકાર દ્વારા વિદેશથી આવનાર માટે HMPVની એડવાઇઝરી જાહેર કરાશે. આ ઉપરાત હવે RTPCR ટેસ્ટ ફરજિયાત કરાશે.

આ પણ વાંચો: અમદાવાદથી ગાંધીનગર મેટ્રો ટ્રેનમાં જતા મુસાફરો માટે ખાસ સમાચાર 

Back to top button