ટ્રેન્ડિંગનેશનલહેલ્થ

ભારતમાં H9N2 બર્ડ ફ્લૂનો મળ્યો બીજો કેસ, WHO એ કરી પુષ્ટિ

નવી દિલ્હી, 12 જૂન, છેલ્લા કેટલાક દિવસોથી સમગ્ર વિશ્વમાં બર્ડ ફ્લૂ ચિંતાનો વિષય બન્યો છે. જ્યારે અમેરિકામાં બર્ડ ફ્લૂથી સંક્રમિત માનવીઓના ઘણા કેસો નોંધાયા છે. પ્રથમ વખત, મેક્સિકોમાં સબ-ટાઈપ ઈન્ફ્લુએન્ઝા A (H9N2) વાયરસને કારણે પ્રથમ વખત કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું છે. હવે ભારતમાં પણ આ વાયરસનો એક કેસ સામે આવ્યો છે. પશ્ચિમ બંગાળમાં ચાર વર્ષનો બાળક H9N2 બર્ડ ફ્લૂ વાયરસથી સંક્રમિત જોવા મળ્યો હતો. ભારતમાં H9N2 બર્ડ ફ્લૂનો પ્રથમ કેસ 2019 માં નોંધાયો હતો.

ચાર વર્ષનો બાળક H9N2 બર્ડ ફ્લૂ વાયરસથી સંક્રમિત

પક્ષીઓને મારી નાખતો બર્ડ ફ્લૂ હવે માનવીઓ માટે પણ ખતરનાક બની રહ્યો છે. તાજેતરમાં, વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ મેક્સિકોમાં બર્ડ ફ્લૂના કારણે પ્રથમ મૃત્યુની પુષ્ટિ કરી હતી. હવે આ અંગે ભારતમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ભારતના ઈન્ટરનેશનલ હેલ્થ રેગ્યુલેશન (IHR) નેશનલ ફોકલ પોઈન્ટ (NFP) એ 22 મેના રોજ પશ્ચિમ બંગાળ રાજ્યમાં રહેતા 4 વર્ષના બાળકમાં એવિયન ઈન્ફલ્યુએન્ઝા A (H9N2) વાયરસથી માનવ સંક્રમણના કેસ વિશે WHOને જાણ કરી હતી. અને મંગળવારે કહ્યું કે બર્ડ ફ્લૂના કારણે કોઈ વ્યક્તિ બીમાર પડવાનો આ પહેલો કેસ છે. આ બાળકને અગાઉ હાઇપરરિએક્ટિવ એરવે ડિસીઝ હોવાનું નિદાન થયું હતું. શરૂઆતમાં તાવ અને પેટમાં દુખાવાની ફરિયાદ બાદ 26 જાન્યુઆરીએ તેમને ડૉક્ટર પાસે લઈ જવામાં આવ્યા હતા. આ પછી, 2 ફેબ્રુઆરીએ, દર્દીને સ્થાનિક સરકારી હોસ્પિટલમાં વાયરસ રિસર્ચ એન્ડ ડાયગ્નોસ્ટિક લેબમાં ઈન્ફલ્યુએન્ઝા બી અને એડેનોવાયરસ પોઝિટિવ હોવાનું જણાયું હતું.

બાળકને શ્વાસ લેવામાં પડી તકલીફ

WHOએ કહ્યું કે દર્દીને શ્વાસ લેવામાં સતત તકલીફ થઈ રહી હતી. તેને ખૂબ તાવ અને પેટમાં ખેંચાણની ફરિયાદ પણ કરી હતી. જે બાદ ફેબ્રુઆરીમાં તેમને હોસ્પિટલના પીડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેર યુનિટ (ICU)માં દાખલ કરવામાં આવ્યા હતા. લગભગ 3 મહિના સુધી તપાસ અને સારવાર બાદ તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. WHO એમ પણ કહ્યું કે જ્યારે બાળકમાં આ લક્ષણો જોવા મળ્યા ત્યારે રસીકરણ અને સારવાર અંગે કોઈ વિગત ઉપલબ્ધ ન હતી.

પ્રાણી ઈન્ફલ્યુએન્ઝા વાયરસ કેવી રીતે ફેલાય છે?

એનિમલ ઈન્ફલ્યુએન્ઝા વાયરસ સામાન્ય રીતે પ્રાણીઓમાં ફેલાય છે, પરંતુ તે મનુષ્યોને પણ સંક્રમિત કરી શકે છે. મનુષ્યોમાં ચેપ મુખ્યત્વે ચેપગ્રસ્ત પ્રાણીઓ અથવા દૂષિત વાતાવરણ સાથે સીધા સંપર્ક દ્વારા ફેલાય છે. ઈન્ટરનેશનલ હેલ્થ રેગ્યુલેશન્સ (IHR) મુજબ, નવા ઈન્ફલ્યુએન્ઝા A વાયરસ પેટાપ્રકારને કારણે માનવીય ચેપ એ એક એવો કેસ છે જેની જાહેર આરોગ્ય પર નોંધપાત્ર અસર થવાની સંભાવના છે.

આ પપણ વાંચો..જયપુરના જ્વેલરે અમેરિકન મહિલા સાથે કરી છેતરપિંડી, 300 રૂ.ના નકલી ઘરેણાં 6 કરોડમાં વેચ્યા

Back to top button