SEBI એ આખરે અદાણી ગ્રુપના શેર અંગે આપી પ્રતિક્રિયા, શું ભરશે પગલાં ?
છેલ્લા થોડાં દિવસોથી ચાલી રહેલા અદાણી ગ્રુપ ઓફ કંપનીના શેર માર્કેટમાં ઘટી રહેલા ભાવ મુદ્દે આખરે ભારતમાં સ્ટોક માર્કેટની નિયામક સંસ્થા સિક્યુરિટીઝ એન્ડ એકસચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)એ પોતાની પ્રતિક્રિયા આપી છે. જેમાં જણાવ્યું કે, બજારની સ્થિરતા અને વિશ્વનિયતા બંને જળવાઇ રહેલી છે અને તેના માટે અમે કટિબદ્ધ છે.
આ પણ વાંચો : હવે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અદાણી ગ્રુપના સમર્થનમાં આવ્યું
અદાણીના નામનો ઉલ્લેખ કર્યા વગર SEBI એ પોતાના નિવેદનમાં જણાવ્યું કે, ગયા સપ્તાહમાં એક વેપાર જુથના શેરભાવમાં ભારે ઉથલપાથલ જોવા મળી હતી. જો કે લોન્ગ ટર્મ માટે જોવામાં આવે તો ભારતીય બજારમાં રોકાણકારો હકારાત્મક રીતે જોઈ રહ્યા છે. જેમાં પારદર્શીતા યોગ્ય રીતે રહેલી છે અને SEBI આ સ્થિતિમાં પણ પોતાનું કામ ચાલું રાખશે.
On the Adani issue, SEBI says it is committed to ensuring market integrity and appropriate structural strength pic.twitter.com/U9gLz80Y8m
— ANI (@ANI) February 4, 2023
આ સાથે જ SEBI તરફથી જણાવવામાં આવ્યું કે, પોતાની જવાબદારીના ભાગરૂપ સેબી બજારનું સક્ષમ રીતે કામ ચાલુ રહે તે માટે દેખરેખ રાખી રહ્યું છે અને ચોક્કસ શેરોમાં વધુ પડતી વોલેટિલિટીને પહોંચી વળવા નિરીક્ષણના દરેક માળખા કામ કરી રહ્યા છે. તેમજ કોઈ પણ શેરના ભાવમાં ભાવની વોલેટિલિટીના કિસ્સામાં જે નિયમો છે તેની સાથે જ કામ આપોઆપ થતાં રહે છે.
SEBI એમ પણ કહ્યુંકે તમામ ચોક્કસ કેસો ધ્યાનમાં આવ્યા બાદ સેબી તેની તપાસ કરે છે અને યોગ્ય પગલાં લે છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા સાત દિવસમાં અદાણી ગ્રુપના શેરમાં ભારે ઉથલપાથલ થઈ છે. જેના પર સતત SEBI ના સામે બજારમાં અને લોકોની વચ્ચે સવાલો ઊભા થઈ રહ્યા હતા, જેના પર આખરે જવાબ આવ્યો છે. જોકે સોમવારે તેની શું અસર થાય છે તે જોવાનું રહેશે.
RBI એ પણ આપી હતી પ્રતિક્રિયા
આ અગાઉ ભારતીય રિઝર્વ બેંક (RBI) એ અદાણી જૂથની ભારતીય બેંકો દ્વારા આપવામાં આવેલી લોન પર બેંકિંગ ક્ષેત્રનું નિયમનકારી નિવેદન બહાર પાડ્યું છે. આરબીઆઈનું કહેવું છે કે, બેંકોના રેગ્યુલેટર અને સુપરવાઈઝર હોવાને કારણે આરબીઆઈ સમગ્ર બેંકિંગ સેક્ટર અને દરેક બેંક પર સતત નજર રાખે છે, જેથી નાણાકીય સ્થિરતા જળવાઈ રહે.