SEBIએ સાત એગ્રી વાયદાનો પ્રતિબંધ વધુ એક વર્ષ માટે લંબાવવાની જાહેરાત કરી છે. આ સાત વાયદામાં ડાંગર, ઘઉં, ચણા, રાયડો અને સોયાબીન તેમજ તેની પ્રોડકટ ઉપરાંત ક્રુડ પામતેલ અને મગનો સમાવેશ થાય છે. આમ હવે નવો પ્રતિબંધ ડિસેમ્બર 2024 સુધી લાગુ પડશે. અમુક રાજયોની ચુંટણીના સમયે ફુગાવાની ચિંતાને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવાયો છે.
નવેમ્બરમાં જથ્થાબંધ ફુગાવો વધ્યો
દેશમાં નવેમ્બરમાં જથ્થાબંધ ફુગાવો વધીને 14.23 ટકા થયો હતો. એપ્રિલથી શરૂ થતા સતત આઠ મહિના સુધી ઈન્ડેકસ ડબલ ડીજીટમાં રહ્યો હતો. જેનું મુખ્ય કારણ ખાદ્ય ચીજોના ભાવમાં વધારો છે. ત્યારબાદ સસ્પેન્શન વધુ એક વર્ષ એક વર્ષ માટે ડિસેમ્બર 2022 પછી ડિસેમ્બર 2023 સુધી લંબાવવામાં આવ્યું હતું.
સતત ત્રીજા વર્ષે પ્રતિબંધ લંબાવ્યો
તાજેતરમાં સેબીએ જણાવ્યું કે ઉકત નિર્દેશોને ચાલુ રાખીને ઉપરોકત કોન્ટ્રેકટસમાં ટ્રેડીંગનું સસ્પેન્શન 20 ડીસેમ્બર 2023 પછી વધુ એક વર્ષ માટે એટલે કે 20 ડીસેમ્બર 2024 સુધી લંબાવવામાં આવ્યું છે. સિકયોરીટીઝ એન્ડ એકસચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયાએ 19 ડીસેમ્બર 2021ના રોજ કોમોડીટી ડેરિવેટીવ્ઝ સેગમેન્ટ ધરાવતા સ્ટોક એકસચેન્જનોને કોમોડીટીઝમાં ડેરીવેટીવ કોન્ટ્રેકટમાં ટ્રેડીંગ સ્થગિત કરવા માટે નિર્દેશ જાહેર કર્યા હતા. જે સતત ત્રીજા વર્ષે પણ લંબાવ્યો છે.