ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમીડિયા

આ મહત્ત્વના હોદ્દા માટે અરજી કરવાની તક આવી છેઃ શું તમે આ તક ઝડપી લેશો?

Text To Speech

HD ન્યુઝ ડેસ્ક :   સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) એ તેના ચેરમેનના હોદ્દા માટે ઉમેદવારની શોધ શરૂ કરી દીધી છે. હાલમાં, સેબીના ચેરમેન માધબી પુરી બુચ છે, જેમનો કાર્યકાળ 28 ફેબ્રુઆરીએ પૂરો થઈ રહ્યો છે. માધબી પુરી બુચે 2 માર્ચ 2022 ના રોજ સેબીના ચેરમેન તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો, જેના 3 વર્ષ પછી માધબી પુરી બુચ આ પદ પરથી રાજીનામું આપવા જઈ રહ્યા છે. માધબી પુરી બુચ સેબીનું નેતૃત્વ કરનારી પ્રથમ મહિલા છે.

નવા ચેરમેનના હોદ્દા માટે અરજીઓ મંગાવવામાં આવી છે
નાણા મંત્રાલય હેઠળના આર્થિક બાબતોના વિભાગે જાહેર જાહેરાતમાં 17 ફેબ્રુઆરી સુધી ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે. નાણાં મંત્રાલયે કહ્યું છે કે નિમણૂક ચાર્જ સંભાળ્યાની તારીખથી મહત્તમ 5 વર્ષ માટે અથવા નિયુક્ત વ્યક્તિ 65 વર્ષની ઉંમર પૂર્ણ કરે ત્યાં સુધી કરવામાં આવશે. જાહેરાતમાં સેબીના નવા ચેરમેનને મળવાપાત્ર પગાર પણ જણાવવામાં આવ્યો હતો.

ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં

આ સેબીના ચેરમેનનો પગાર હશે
સેબીના નવા ચેરમેનના પગારની વાત કરીએ તો, આ પગાર પહેલા કરતા વધારવામાં આવ્યો છે. મંત્રાલય દ્વારા જારી કરાયેલ જાહેરાત મુજબ, હવે સેબીના નવા ચેરમેનને દર મહિને 5,62,500 રૂપિયાનો પગાર મળશે. આમાં કોઈ ઘર કે કારનો સમાવેશ થતો નથી.

આ ઉપરાંત, જાહેરાતમાં સેબીના નવા ચેરમેન માટેની લાયકાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જાહેરાતમાં કહેવામાં આવ્યું હતું કે નિયમનકાર તરીકે સેબીની ભૂમિકા અને મહત્વને ધ્યાનમાં લેતા, ઉમેદવાર ઉચ્ચ પ્રામાણિકતા અને પ્રતિષ્ઠા ધરાવતો હોવો જોઈએ. ઉપરાંત, ઉંમર 50 વર્ષથી વધુ હોવી જોઈએ અને 25 વર્ષથી વધુ પ્રોફેશનલ એક્સિપીરિયન્સ હોવો જોઈએ. ઉમેદવાર પાસે સિક્યોરિટીઝ બજારો સાથે જોડાયેલી સમસ્યાઓનો સામનો કરવાની ક્ષમતા હોવી જોઈએ અથવા કાયદો, નાણાં, અર્થશાસ્ત્ર, એકાઉન્ટન્સીમાં વિશેષ જ્ઞાન અથવા અનુભવ હોવો જોઈએ, જે કેન્દ્ર સરકારના મતે બોર્ડ માટે ઉપયોગી થશે.

આ પણ વાંચો : કેવડિયાઃ ગરવી ગુર્જરી સ્ટોલે કરી આટલી કમાણી, આટલા લાખ વિદેશીઓએ પણ લીધી મુલાકાત

Back to top button