રાજ્યમાં જેમ જેમ ચૂંટણીનો સમય નજીક આવતો જાય છે તેમ તેમ બદલીઓના ઓર્ડર નીકળતા જાય છે. તેમાં પણ પોલીસ વિભાગમાં આજે વધુ એક બદલીનો ઓર્ડર બહાર પડ્યો છે. જેમાં 183 બિન હથિયારી પીએસઆઈની ટ્રાન્સફર કરવામાં આવી છે. ગૃહ વિભાગ દ્વારા આ ઓર્ડર સમી સાંજે બહાર પાડવામાં આવ્યો છે.
બદલી પામેલા પીએસઆઈનું લીસ્ટ
રજા ભોગવ્યા વિના તાત્કાલીક બદલીની જગ્યાએ હાજર થવા આદેશ
આજે બહાર પાડવામાં આવેલા પરિપત્રમાં ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે પોલીસકર્મીઓની બદલી કરવામાં આવી છે તેઓને હયાત જગ્યા પરથી ઉચ્ચ અધિકારીઓ વહેલીતકે છુટા કરે અને તેઓ પણ પોતાની નવી જગ્યાએ કોઈપણ પ્રકારની રજા ભોગવ્યા વગર જ હાજર થઈ જાય તેવો આદેશ કરવામાં આવ્યો છે.