ટ્રેન્ડિંગવિશેષવીડિયો સ્ટોરીસ્પોર્ટસ

ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં મેડલની શોધાશોધ! જુઓ વીડિયો ક્યાંથી મળ્યો મેડલ અને પછી શું થયું?

Text To Speech

દુબઈ, 3 માર્ચ : છેલ્લા કેટલાક સમયથી ટીમ ઈન્ડિયામાં એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે, તે છે દરેક મેચ બાદ શ્રેષ્ઠ ફિલ્ડરને મેડલ આપવામાં આવે છે. ગઈકાલે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી રોમાંચક મેચમાં બંને ટીમો તરફથી શાનદાર ફિલ્ડીંગ જોવા મળી હતી.

બંને ટીમના ખેલાડીઓએ ઘણા શાનદાર કેચ લીધા હતા, જે ખૂબ મુશ્કેલ હતા. કીવી ટીમ સામે ટીમ ઈન્ડિયાની બેટિંગ ભલે ખાસ રહી ન હોય, પરંતુ ભારતીય ખેલાડીઓએ બોલિંગ અને ફિલ્ડિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. મેચ બાદ ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં બેસ્ટ ફિલ્ડર ઓફ ધ મેચ મેડલ પણ આપવામાં આવ્યો હતો, પરંતુ મેડલ શોધવા માટે પહેલા ડ્રેસિંગ રૂમમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

શ્રેષ્ઠ ફિલ્ડર ઓફ ધ મેચ મેડલ કોને મળ્યો?

શ્રેયસ અય્યર, અક્ષર પટેલ અને વિરાટ કોહલીએ ન્યૂઝીલેન્ડ સામે શાનદાર ફિલ્ડિંગનું પ્રદર્શન કર્યું હતું. જે બાદ વિરાટ કોહલીને મેચ બાદ બેસ્ટ ફિલ્ડર ઓફ ધ મેચ માટે મેડલ આપવામાં આવ્યો હતો. જોકે, શરૂઆતમાં મેડલ મળ્યો ન હતો, ત્યારબાદ ખેલાડીઓ ડ્રેસિંગ રૂમમાં મેડલ શોધતા જોવા મળ્યા હતા.

બાદમાં અક્ષર પટેલ પાસેથી મેડલ મેળવ્યો હતો અને કોહલીએ તેને પહેરાવ્યો હતો. જેનો ફની વીડિયો BCCIએ શેર કર્યો છે. ત્યારે વિરાટ કોહલી બેટિંગમાં કંઈ ખાસ કરી શક્યો ન હતો. તેણે આ મેચમાં માત્ર 11 રન બનાવ્યા હતા.

ભારતે મેચ જીતી લીધી હતી

આ મેચમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 249 રન બનાવ્યા હતા. ભારત તરફથી બેટિંગ કરતી વખતે શ્રેયસ અય્યરે સૌથી વધુ 79 રનની ઇનિંગ રમી હતી. આ સિવાય હાર્દિક પંડ્યાએ 45 રન અને અક્ષર પટેલે 42 રન બનાવ્યા હતા.

જ્યારે કિવી ટીમ 250 રનનો પીછો કરતા 205 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ન્યૂઝીલેન્ડ તરફથી બેટિંગ કરતી વખતે કેન વિલિયમસને સૌથી વધુ 81 રન બનાવ્યા હતા, પરંતુ તે પોતાની ટીમને જીત તરફ લઈ જઈ શક્યો ન હતો.  ટીમ ઈન્ડિયા તરફથી બોલિંગ કરતી વખતે વરુણ ચક્રવર્તીએ સૌથી વધુ 5 વિકેટ લીધી હતી.

આ પણ વાંચો :- તમારી કાર ઘરે પાર્કિંગમાં પડી હોય છતાં ટોલટેક્સ કપાય છે? અનેક લોકો કરી રહ્યા છે આ ફરિયાદ

Back to top button