ગુજરાતદક્ષિણ ગુજરાત

સુરતમાં IT વિભાગની DDI વિંગનું સર્ચ ઓપરેશન, બિલ્ડર સંજય સુરાના ગ્રુપમાં દરોડા પાડ્યા

Text To Speech

અમદાવાદ, 8 ડિસેમ્બર 2023: ગુજરાતમાં આવકવેરા વિભાગના દરોડા યથાવત રહ્યાં છે. તાજેતરમાં અમદાવાદ, સુરત સહિતના શહેરોમાં દરોડા પાડીને કાર્યવાહી કરવામાં આવી હતી. તેમજ વડોદરામાં પણ એક મોટા બિઝનેસ ગ્રુપ પર રેડ કરી હતી. હવે સુરતમાં આવકવેરા વિભાગની ડિમેડ ડિસ્ટ્રિબ્યુશન ઇન્કમ (DDI) વિંગે આજે વહેલી સવારથી સર્ચ ઓપરેશન હાથ ધરતાં વેપારીઓ અને મોટા બિઝનેસ ગ્રુપોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. આવકવેરા વિભાગે સુરતના પ્રતિષ્ઠિત બિલ્ડર સંજય સુરાના ગ્રુપમાં દરોડાની કાર્યવાહી હાથ ધરી છે. તે ઉપરાંત રિંગ રોડના યાર્ન મર્ચન્ટ અને હાલમાં જમીનના ધંધા સાથે જોડાયેલા ગ્રુપમાં પણ DDI વિંગના અધિકારીઓ કાર્યવાહી કરી રહ્યા છે.કુલ ચાર જેટલા ધંધાર્થીઓના ડઝન કરતા વધુ સ્થળો જેમાં ઓફિસો અન ઘરોનો સમાવેશ થાય છે ત્યાં સર્ચની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સંજય સુરાના ગ્રુપની ઓફિસો પર વહેલી સવારથી સર્ચ ઓપરેશન
પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરત શહેરમાં આજે સવારથી જ આવકવેરા વિભાગની કાર્યવાહીથી વેપારીઓ, બિલ્ડરો અને ઉદ્યોગપતિ જૂથમાં પણ ફફડાટ ફેલાઇ ગયો છે. સવારે બજાર ખુલતા જ શહેરના વેપારી અને બિલ્ડર લોબીમાં દરોડાની કાર્યવાહી ચર્ચાનો વિષય બન્યો છે. દિવાળી બાદ ઇન્કમ ટેક્સના દરોડામા મોટાયાયે કરચોરી ઝડપાય તેવી શક્યતા છે. સંજય સુરાના ગ્રુપની સુરતમાં જેટલી જગ્યાએ ઓફિસો આવેલી ત્યાં અને નિવાસ્થાનો પર ઇન્કમ ટેક્સ વિભાગે દરોડા પાડ્યા છે. સંજય સુરાના ગ્રુપ દ્વારા સુરત શહેરમાં મોટા મોટા એમ્પાયર ઉભા કરવામાં આવ્યા છે.

સેલવાસમાં RR કેબલ ગ્રુપ પર દરોડા પાડ્યા હતાં
તાજેતરમાં સેલવાસ ખાતે આવેલી આર. આર. કેબલ નામની કંપનીમાં વડોદરા IT વિભાગની ટીમે દરોડા પાડ્યા હતા. અમદાવાદ, સુરત અને સેલવાસમાં સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. IT વિભાગે દરોડા પાડ્યા હોવાની જાણ વાયુવેગે ફેલાતા સંઘ પ્રદેશ અને વલસાડ જિલ્લામા ઇન્કમ ટેક્સમાં ચોરી કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. RR કેબલ ગ્રુપના ચેરમેન રમેશ કાબરા ડિરેક્ટરો તેમજ ડિસ્ટ્રિબ્યુટરને ત્યા તપાસ હાથ ધરાઈ હતી. કંપનીના દસ્તાવેજ, કોમ્પ્યુટર, હાર્ડ ડિસ્કની તપાસ થઇ હતી. ગ્રુપના ચેરમેન, ડિરેક્ટરો તેમજ ડિસ્ટ્રિબ્યુટરને ત્યાં તપાસ કરાઇ હતી.

આ પણ વાંચોઃ ગુજરાતના 3 સરકારી બાબુઓ પાસે અપ્રમાણસર મિલકતો હોવાથી તપાસ શરૂ

Back to top button