ટોપ ન્યૂઝનેશનલ

મેટ્રોમાં અશ્લીલ હરકતો કરનાર યુવકની શોધખોળ, દિલ્હી પોલીસે જાહેર કર્યો ફોટો

Text To Speech

રાષ્ટ્રીય રાજધાની (દિલ્હી)ની મેટ્રોમાં આ દિવસોમાં અશ્લીલ હરકતોના ઘણા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. તાજેતરમાં, એક યુવક મેટ્રો કોચમાં અશ્લીલ હરકતો કરતો કેમેરામાં કેદ થયો હતો, જેની દિલ્હી પોલીસ તપાસ કરી રહી છે. દિલ્હી પોલીસ ઘણા સમયથી યુવકની શોધખોળ કરી રહી છે. જોકે, યુવક હજુ પણ પોલીસની પહોંચની બહાર છે. હવે તાજેતરમાં દિલ્હી પોલીસે તેની તસવીર જાહેર કરી છે. આ સાથે જ દિલ્હી પોલીસે કહ્યું છે કે, જે પણ યુવક વિશે માહિતી આપશે, તેની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.

દિલ્હી પોલીસે ટ્વિટ કર્યુ

દિલ્હી પોલીસે ટ્વિટ કરીને લખ્યું, ‘આ વ્યક્તિ દિલ્હી મેટ્રોમાં અશ્લીલ હરકતો કરતો હતો અને હવે તે FIR નંબર 02/23 PS IGIA મેટ્રોમાં વોન્ટેડ છે. કૃપા કરીને IGIA મેટ્રોના SHO અથવા પોલીસ હેલ્પલાઇનને જાણ કરો. માહિતી આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે, દિલ્હી પોલીસને મદદ કરો. તમારો આભાર.’ તમને જણાવી દઈએ કે દિલ્હી મહિલા આયોગે મેટ્રો ટ્રેનમાં અશ્લીલ હરકતો કરતા એક વ્યક્તિના વીડિયો વાયરલ થવાના સંબંધમાં શહેર પોલીસને નોટિસ પાઠવી હતી. કમિશને કહ્યું કે એક વાયરલ વીડિયો સામે આવ્યો છે, જેમાં એક વ્યક્તિ દિલ્હી મેટ્રોમાં બેશરમ રીતે અશ્લીલ હરકતો કરતો જોવા મળી રહ્યો છે. આ બહુ ગંભીર બાબત છે.

દિલ્હી મેટ્રોને લઈ સરકારનો મોટો નિર્ણય:

તમને જણાવી દઈએ કે તાજેતરના દિવસોમાં દિલ્હી મેટ્રોના ઘણા વીડિયો સામે આવ્યા છે, જેમાં ઘણા લોકો અશ્લીલ હરકતો કરતા જોવા મળી રહ્યા છે. આ કારણે હવે દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશને મેટ્રો કોચમાં પેટ્રોલિંગ માટે ફ્લાઈંગ સ્કવોડ તૈનાત કરવાનો નિર્ણય લીધો છે. આ સ્કોવડમાં પોલીસ અને CISFના જવાનોનો સમાવેશ કરવામાં આવશે. પેટ્રોલિંગ કરવાવાળા જવાનો સિવિલ ડ્રેસમાં પણ હોઈ શકે છે. સ્કોડના જવાનો મેટ્રોમાં મુસાફરી કરીને લોકો પર નજર રાખશે.

આ પણ વાંચો: ક્યારે આવશે PM કિસાન નીધિનો 14મો હપ્તો? જાણો વિગત

Back to top button