ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતના આ પ્રવાસન-ધાર્મિક સ્થળોએ સી-પ્લેન ઉડાન ભરશે

Text To Speech
  • સી પ્લેનના રૂટ વધારવામાં આવે તો ખાનગી કંપનીને વધુ ટ્રાફિક મળે
  • અંબાજી-સાપુતારા-પાલિતાણા વગેરે સ્થળે સી પ્લેનની યોજના
  • સી પ્લેન સેવા માટે જેટ્ટી બનાવવાની કામગીરી પર ધ્યાન અપાશે

ગુજરાતમાં સી પ્લેનની ઉડાન ફરી એક વાર જલદી શરૂ થાય તે માટે રાજ્ય સરકારે કવાયત્ શરૂ કરી છે, બે વર્ષ પહેલાં અમદાવાદથી કેવડિયા સી પ્લેન સેવા મેઈન્ટેઈનન્સની મુશ્કેલીઓ અને ઊંચી ઓપરેટિંગ કોસ્ટના કારણે બંધ કરવી પડી હતી.

આ પણ વાંચો: અમદાવાદ: ઘુમા જમીન કાંડમાં પોપ્યુલર બિલ્ડરની મુશ્કેલીઓ વધી 

અંબાજી-સાપુતારા-પાલિતાણા વગેરે સ્થળે સી પ્લેનની યોજના

હવે સી પ્લેનની ઉડાનને પાટે લાવવા માટે ગુજરાતના પ્રવાસન અને ધાર્મિક સ્થળોના વધુ રૂટના ઉમેરા સાથે કોસ્ટ ઓછી થાય તે સંદર્ભે વિચારણા કરાઈ રહી છે, અંબાજીથી નજીક મહેસાણાના ધરોઈ ડેમ ખાતે સી પ્લેન સેવા માટે જેટ્ટી બનાવવાની કામગીરી પર ફોકસ કરાઈ રહ્યું છે, આ ઉપરાંત પાલિતાણા પાસે શેત્રુંજી ડેમ, સાપુતારા લેક અને સુરતના ઉકાઈ ડેમ ખાતે પણ સી પ્લેનની યોજના છે.

આ પણ વાંચો: ગુજરાત હાઇકોર્ટે રાજયમાં વધુ એક નવતર પહેલ કરી

સી પ્લેનના રૂટ વધારવામાં આવે તો ખાનગી કંપનીને વધુ ટ્રાફિક મળે

બુધવારે ગાંધીનગર ખાતે આ સંદર્ભે સંબંધિત અધિકારીઓની બેઠક મળી હતી. સૂત્રો કહે છે કે, સી પ્લેનના રૂટ વધારવામાં આવે તો સી પ્લેન ચલાવતી ખાનગી કંપનીને વધુ ટ્રાફિક મળી રહે તેમ છે, સરકારના આ ડ્રીમ પ્રોજેક્ટમાં ખાનગી કંપનીઓ સરકાર તરફથી તેમને શું પ્રોત્સાહન મળશે, કેટલા સમય ગાળા માટે તે સહિતની બાબતો પર મદાર રાખી રહી છે, આ મુદ્દે પણ બેઠકમાં ચર્ચા વિચારણા કરાઈ હતી. સરકાર પોતે સી પ્લેન ખરીદે તો મેઈન્ટેઈનન્સ સહિતનો મોટો ખર્ચ આવે તેમ કહેવાઈ રહ્યું છે, એકંદરે ફરી વાર સી પ્લેન સેવા બંધ ના થાય તે રીતે શરૂ કરવા માટે વિચારણા કરાઈ છે. કેવડિયાના રૂટ સવારથી સાંજ સુધી વધારી શકાય કે કેમ? સાઈટ સીન ઉપર રૂટ રાખવા કે કેમ? તે સહિતની શક્યતા હાલ ચકાસાઈ રહી છે.

Back to top button