

ગુજરાત પોલીસને નવા વડા તરીકે વિકાસ સહાયની નિમણૂક કરવામાં આવી છે. ગુજરત પોલીસના પૂર્વ વડા આશિષ ભાટિયાના રિટાયર્ડ થયા બાદ વિકાસ સહાય ને ઇન્ચાર્જ ડીજીપી તરીકેનો ચાર્જ આપવામાં આવ્યો હતો.1965માં જન્મેલા અને ઈતિહાસના વિષય સાથે અનુસ્નાતકનો અભ્યાસ કરનાર વિકાય સહાય 1989માં ભારતીય પોલીસ સેવામાં જોડાયા હતા. રાજ્યના વિવિધ જિલ્લાના પોલીસ વડા તરીકે કામગીરી સંભાળનાર વિકાસ સહાયના પ્રામાણિક સ્વભાવને કારણ પોલીસમાં તેમની છાપ અકડુ અધિકારી તરીકેની છે. તેમની યોજના અને ઈચ્છા પ્રમાણે કામ ન થાય ત્યારે બહુ જલદી ઉશ્કેરાઈ જાય છે. પાતળો બાંધો ધરાવતા આ આઈપીએસ અધિકારીની પીઠ પાછળ તેમનો સ્ટાફ તેમને તેજ દિમાગ તરીકે સંબોધે છે.
ગુજરાતને મળેલા નવા ડીજીપી વિકાસ સહાય એમ તો ખૂબ સાફ ઇમેજ ધારવે છે અને છેલ્લા ઘણા સમયથી ડીજીપી બનાવની રેસમાં તેમનું નામ પણ મોખરાનુ હતું. વિકાસ સહાય અગાઉ અમદાવાદના ડેપ્યુટી કમિશનર પણ રહી ચૂક્યા છે. અમદાવાદ ડેપ્યુટી કમિશનર હતા ત્યારે તેમણે એક બુટલેગરને તેનો ધંધો છોડાવી નવું જીવન આપ્યું હતું જેના માટે તેમની ઘણી પ્રશંસા પણ થઈ હતી. અગાઉ રાજકોટ કમિશનરની તપાસ પણ વિકાસ સહાયને સોંપવામાં આવી હતી.