ટ્રેન્ડિંગવર્લ્ડ

એન્ટાર્કટિકામાં દરિયાઈ બરફનું સ્તર રેકોર્ડ નીચલા સ્તરે પહોંચ્યું; નિષ્ણાતો બન્યા ચિંતાતુર

Text To Speech

હમ દેખેગે ન્યૂઝ ડેસ્ક: એન્ટાર્કટિકામાં દરિયાઈ બરફનું સ્તર રેકોર્ડ નીચલા સ્તર પર પહોંચી ગયું છે. આ સરેરાશ 17 ટકાથી પણ નીચે પહોંચી ગયું છે. જ્યારથી ઉપગ્રહથી આ જગ્યા પર મોનિટરિંગ રાખવામાં આવી રહ્યું છે, ત્યારથી આ પોતાના સૌથી નીચલા સ્તર પર છે.

વર્લ્ડ મેટ્રોલોજિકલ ઓર્ગેનાઇઝેશન (WMO)એ જણાવ્યું કે પાછલા જૂન મહિના દરમિયાન એન્ટાર્કટિકામાં અત્યાર સુધી સૌથી ગરમ મહિનો રેકોર્ડ કરવામાં આવ્યો છે.

જળવાયુ પરિવર્તન પર નજર રાખનારા નિષ્ણાતોએ આને ચિંતાનો વિષય ગણાવ્યો છે.

આ પણ વાંચો-આ જીવલેણ વરસાદને હળવાશથી ન લો; શું આ માનવીય ભૂલોનું પ્રથમ પરિણામ છે?

વિશ્વ જળવાયુ અનુસંધાન કાર્યક્રમના પ્રમુખ માઇકલ સ્પેરોએ જિનેવામાં સંવાદદાતાઓને કહ્યું, અમે આર્કટિકમાં દરિયાઈ બરફ ઓછું થતું દેખાયું છે, પરંતુ એન્ટાર્કટિકામાં નથી. આ ખુબ જ મોટા સ્તર પર થયું છે.

WMO અનુસાર, મે અને જૂન મહિનામાં દુનિયાભરમાં દરિયાઈ સપાટીનું તાપમાન વર્ષના રેકોર્ડ ઉચ્ચ સ્તર પર રહ્યું હતું. વર્લ્ડ મેટ્રોલોજિકલ ઓર્ગેનાઇઝેશને કહ્યું, માત્ર સમુદ્રની સપાટીનું જ તપમાન વધી રહ્યું હોય તેવું નથી પરંતુ આખું સમુદ્ધ જ ગરમ થઇ રહ્યું છે અને સમુદ્ધ પોતાના અંદર ઘણી બધી ઉર્જા સમાઇ રહ્યું છે, જે આવનારા સેકન્ડો વર્ષો સુધી ત્યાંજ રહેવાની છે.

એટલાન્ટિક મહાસાગરના ઉત્તર ભાગમાં દરિયાઈ સપાટીના અપ્રત્યાશિત વધતા તાપમાનને ખતરાની ઘંટી વગાડી દીધી છે. WMO અનુસાર, હાલમાં જ સામે આવેલા અલ નીનો પેટર્ને જમીન અને સમુદ્ધ બંનેનું તાપમાન વધી શકે છે, જેના કારણે ભવિષ્યમાં વધારે દરિયાઈ હિટવેટ અને ભીષણ ગરમીનો ખતરો વધી જશે. તેની સાથે જ જીવલેણ વરસાદની પણ શરૂઆત થઇ જશે. જેવી રીતે વર્તમાનમાં ઉત્તર ભારતમાં પડી રહ્યું છે.

આ પણ વાંચો-નેપાળમાં ગુમ થયેલ હેલિકોપ્ટરનો કાટમાળ મળ્યો, દુર્ઘટનામાં 6ના મોત

Back to top button