SDM જ્યોતિ મૌર્યનું કોલ રેકોર્ડિંગ વાયરલ, પતિ આલોકને રસ્તામાંથી દૂર કરવાની વાત કરી
પોતાના અફેરને લઈને ચર્ચામાં આવેલા બરેલીના PCS ઓફિસર જ્યોતિ મૌર્ય અને જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ મનીષ દુબે (મનીષ દુબે)ની મુશ્કેલીઓ હવે વધી શકે છે. બંને વચ્ચેની વાતચીતનું એક ફોન કોલ રેકોર્ડિંગ સોશિયલ મીડિયા પર સામે આવ્યું છે, જેમાં બંને આલોક મૌર્યને રસ્તામાંથી હટાવવાની વાત કરી રહ્યા છે. જો તપાસમાં આ કોલ રેકોર્ડિગ સાચુ જણાશે તો બંનેની મુશ્કેલીઓ ચોક્કસ વધી જશે. આટલું જ નહીં, આ રેકોર્ડિંગમાં બંને રોડ એકિસડન્ટમાં આલોકને મારવાની વાત પણ કરે છે.
‘હમ દેખેંગે ન્યુઝ’ ન્યુઝ આ કોલ રેકોર્ડિંગની પુષ્ટિ નથી કરતુ. આ રેકોર્ડિંગમાં જ્યોતિ મૌર્ય અને મનીષ દુબે કથિત રીતે આલોક મૌર્યને રસ્તામાંથી હટાવવાની વાત કરી રહ્યા છે.
આ પણ વાંચો: પાકિસ્તાની પ્રેમિકા 3 દેશોની બોર્ડર ઓળંગીને પ્રેમી માટે ભારત પહોંચી!
જ્યોતિ મૌર્ય અને મનીષ દુબેએ મારી હત્યાનું કાવતરું ઘડ્યુ: આલોક મૌર્ય
હકીકતમાં, આલોક મૌર્યએ આરોપ લગાવ્યો છે કે જ્યોતિ મૌર્ય અને મનીષ દુબે તેમની હત્યાનું કાવતરું ઘડી રહ્યા છે. આ મામલામાં તેણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે અને સીએમ યોગીને ન્યાય માટે અપીલ પણ કરી છે, ત્યારબાદ આ કેસની તપાસ ડીજી હોમગાર્ડ વીકે મૌર્યએ ડીઆઈજી રેન્જ પ્રયાગરાજ સંતોષ કુમારને સોંપી છે. આ મામલાની તપાસ પૂર્ણ થઈ ગઈ છે અને તેમણે આ મામલે પોતાનો તપાસ રિપોર્ટ પણ ડીજીને સુપરત કર્યો છે. સૂત્રોનું માનીએ તો, રિપોર્ટમાં મનીષ દુબેને દોષી ઠેરવવામાં આવ્યો છે, ત્યારબાદ બંનેની સામે કાર્યવાહીને લઈને અટકળો શરૂ થઈ ગઈ છે.
કોલ રેકોર્ડિંગે SDM જ્યોતિ મૌર્યની મુશ્કેલી વધારી
આ મામલો સામે આવ્યા બાદ મનીષ દુબેની પણ ગાઝિયાબાદથી મહોબા બદલી કરવામાં આવી છે. હાલમાં જ તેઓ એક મીટિંગમાં ભાગ લેવા માટે ઝાંસી પણ પહોંચ્યા હતા. બીજી તરફ જ્યોતિ મૌર્ય પણ લખનઉ પહોંચ્યા અને પોતાના વરિષ્ઠ અધિકારીઓને આ મુદ્દે સ્પષ્ટતા આપી. તેમણે તેમની વિરુદ્ધ ફેલાવવામાં આવી રહેલા દુષ્પ્રચાર અંગે રજૂઆત પણ કરી હતી, જેમાં તેમણે સમગ્ર પ્રકરણની તપાસ કરવા અને દોષિતોને સજા કરવાની માંગ કરી હતી. આ દરમિયાન જ્યોતિ મૌર્ય અને મનીષ દુબે વચ્ચેની વાતચીતનું કોલ રેકોર્ડિંગ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે.
પતિ આલોકને રસ્તામાંથી હટાવવાની વાત કરી
‘હમ દેખેંગે ન્યુઝ’ આ કોલ રેકોર્ડિંગની પુષ્ટિ નથી કરતુ. આ રેકોર્ડિંગમાં જ્યોતિ મૌર્ય પરેશાન જોવા મળે છે, તેણી કહે છે કે આલોક તેને છૂટાછેડા આપવા તૈયાર નથી. આ પછી બંને (મનીષ દુબે અને જ્યોતિ મૌર્યા) વચ્ચે તેને રસ્તામાંથી હટાવવાની વાત પણ ચાલી રહી છે. આલોક મૌર્યએ પોતાની ફરિયાદ સાથે પુરાવા તરીકે અનેક વોટ્સએપ ચેટ, કોલ રેકોર્ડ વગેરે પણ રજૂ કર્યા હતા. જો ફોરેન્સિક તપાસમાં રેકોર્ડિંગ સાચુ જણાય તો બંનેની મુશ્કેલીઓ વધી શકે છે.
આ પણ વાંચો: લગ્નથી લઈને બેવફાઈ સુધી… પતિ આલોક સાથે શું છે વિવાદ? SDM જ્યોતિ મૌર્યએ તોડ્યું મૌન