ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

બાબા રામદેવને SCની રાહત: ભ્રામક જાહેરાત કેસમાં આગળના આદેશ સુધી હાજર રહેવામાંથી મુક્તિ

  • શું દવાઓના લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા, દુકાન પર વેચાણ બંધ કરવા અને તેને પાછું ખેચવા માટે કોઈ પગલાં લેવામાં આવ્યા: SC

નવી દિલ્હી, 14 મે: યોગગુરુ બાબા રામદેવ અને પતંજલિ આયુર્વેદના MD આચાર્ય બાલકૃષ્ણ વિરુદ્ધ દાખલ ભ્રામક જાહેરાત કેસમાં સુપ્રીમ કોર્ટે રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે બંને આ કેસમાં આગળના આદેશ સુધી હાજર રહેવામાંથી મુક્તિ આપવામાં આવી છે. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે પતંજલિને પૂછ્યું કે, ‘શું દવાઓના લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. દુકાન પર તેનું વેચાણ બંધ કરવા અને તેને પાછું ખેચવા માટે તેમના દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા છે? અમારો હેતુ માત્ર એટલો જ છે કે લોકો સતર્ક રહે. લોકોને બાબા રામદેવમાં વિશ્વાસ છે, તેમણે તેનો સકારાત્મક ઉપયોગ કરવો જોઈએ. બાબા રામદેવે પણ વિશ્વભરમાં યોગના પ્રચારમાં યોગદાન આપ્યું છે.’ આ અંગે એફિડેવિટ દાખલ કરવામાં આવે તેવું પણ જણાવ્યું હતું. સુપ્રીમ કોર્ટે આ અંગે પતંજલિ પાસેથી ત્રણ સપ્તાહમાં જવાબ માંગ્યો છે.

બાબા રામદેવે જજ અસાનુદ્દીન અમાનુલ્લાહને કર્યા પ્રણામ, ન્યાયાધીશે કહ્યું: પ્રણામ

આ કેસની સુનાવણી જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાની સુપ્રીમ કોર્ટની બેંચ દ્વારા કરવામાં આવી હતી. જો કે, સુપ્રીમ કોર્ટે બાબા રામદેવ અને બાલકૃષ્ણ વિરુદ્ધ કોર્ટની અવમાનના માટે કેસ ચલાવવામાં આવશે કે નહીં તે અંગે પોતાનો આદેશ અનામત રાખ્યો હતો.  આ દરમિયાન બાબા રામદેવે જજ અસાનુદ્દીન અમાનુલ્લાહને પ્રણામ કર્યા હતા. જેના જવાબમાં ન્યાયાધીશ અમાનુલ્લાએ કહ્યું કે, “અમે પણ તમને પ્રણામ કરીએ છીએ, ભ્રામક જાહેરાતના કેસમાં સુપ્રીમ કોર્ટે તમામ રાજ્ય સરકારોને પૂછ્યું કે, કયા રાજ્યોએ એફિડેવિટ દાખલ કરી છે? સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તમામ રાજ્ય સરકારોએ ધ્યાનમાં રાખવું જોઈએ કે જો ફરિયાદ નોંધવામાં આવે છે, તો તેમણે કાર્યવાહી કરવી જોઈએ. જો ફરિયાદ દાખલ ન થઈ હોય તો પણ તપાસો કે ઉત્પાદનની જાહેરાત થઈ રહી છે કે નહીં?

સુપ્રીમ કોર્ટે તમામ રાજ્ય સરકારો પાસેથી એફિડેવિટ મંગાવ્યા 

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, FSSAI દ્વારા એફિડેવિટ ફાઈલ કરવામાં આવી નથી, ગ્રાહક બાબતોના મંત્રાલયે ડિલીટ કરાયેલી નવી એફિડેવિટ ફાઇલ કરવી પડશે. કોર્ટે FSSAI પાસેથી એફિડેવિટ પણ માંગ્યું છે. એફિડેવિટ માત્ર પશ્ચિમ બંગાળ સરકાર વતી દાખલ કરવામાં આવ્યું છે. ગઈકાલે રાત્રે નાગાલેન્ડ વતી પણ એફિડેવિટ દાખલ કરવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટે તમામ રાજ્ય સરકારોના લાયસન્સ અધિકારીઓને તેમના જવાબો દાખલ કરવા માટે છેલ્લી તક આપી છે. સુપ્રીમ કોર્ટ ચાર અઠવાડિયા પછી સુનાવણી કરશે.

આ પણ જુઓ:દિલ્હીમાં શાળાઓ બાદ હવે ઘણી હોસ્પિટલોને મળી બોંબની ધમકી, દર્દીઓને બહાર કાઢવામાં આવ્યા

Back to top button