ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ચૂંટણીપંચના અધિકારીઓની નિમણૂક અંગેના કાયદા પર સ્ટે આપવાનો SCનો ઇનકાર

  • બેન્ચે કોંગ્રેસ નેતાઓ જયા ઠાકુર અને સંજય નારાયણરાવ મેશ્રામની અરજી પર નોટિસ જારી કરી હતી

નવી દિલ્હી, 12 જાન્યુઆરી : સુપ્રીમ કોર્ટે શુક્રવારે મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) અને ચૂંટણી કમિશનરો (ECs)ની પસંદગી માટે પેનલમાંથી ભારતના મુખ્ય ન્યાયાધીશને બાકાત રાખતા નવા કાયદા પર વચગાળાના સ્ટેની વિનંતીને નકારી કાઢી હતી. જસ્ટિસ સંજીવ ખન્નાની અધ્યક્ષતાવાળી બે જજની બેન્ચે કોંગ્રેસ નેતાઓ જયા ઠાકુર અને સંજય નારાયણરાવ મેશ્રામની અરજી પર નોટિસ જારી કરી હતી. ન્યાયાધીશ ખન્નાએ કહ્યું કે, “કૃપા કરીને, અમે આ રીતે કાનૂન પર રોક ન રાખી શકીએ.” કારણ કે અરજદારો તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ વિકાસ સિંહે સ્ટે આપવાનું જણાવ્યું હતું. કોર્ટ આ મામલે આગામી સુનાવણી એપ્રિલમાં કરશે.

 

અરજદારો તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ દ્વારા શું જણાવવામાં આવ્યું ?

વકીલ વિકાસ સિંહે ન્યાયમૂર્તિ દીપાંકર દત્તાની બનેલી બેન્ચને જણાવ્યું હતું કે, નવો કાયદો સત્તાના વિભાજનની વિભાવનાની વિરુદ્ધ છે. તેમણે બેન્ચને 2 માર્ચ, 2023ના બંધારણીય બેંચના ચુકાદાનો પણ ઉલ્લેખ કર્યો હતો જેમાં નિર્દેશ આપવામાં આવ્યો હતો કે, વડાપ્રધાન, લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને ભારતના મુખ્ય ન્યાયાધીશની બનેલી સમિતિની સલાહ પર CEC અને ECની નિમણૂક કરવામાં આવશે. જ્યાં વિપક્ષનો કોઈ નેતા ઉપલબ્ધ ન હોય ત્યાં સમિતિએ સંખ્યાત્મક સ્ટ્રેન્થની દ્રષ્ટિએ લોકસભામાં સૌથી મોટા વિરોધ પક્ષના નેતાનો સમાવેશ કરવાનો હતો.

સરકાર દ્વારા ઘડવામાં આવેલા કાયદામાં CJIને નિમણૂંક પ્રક્રિયામાંથી બાકાત રાખવામાં આવ્યા  

બંધારણની કલમ 324(2) કહે છે કે, જ્યાં સુધી સંસદ સેવા અને કાર્યકાળની પસંદગી અને શરતો માટે કોઈ માપદંડો નક્કી કરતો કાયદો ઘડે નહીં ત્યાં સુધી CEC અને ECsની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા મંત્રી પરિષદની સહાય અને સલાહથી કરવામાં આવશે. ત્યારબાદ, સરકારે એક નવો કાયદો ઘડ્યો. 9 ડિસેમ્બર, 2023ના રોજ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંસદ દ્વારા પસાર કરાયેલા નવા કાયદાને મંજૂરી આપી. જેમાં મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનર (નિમણૂક, સેવાની શરતો અને કાર્યાલયની મુદત) અધિનિયમ, 2023 મુજબ, પસંદગી પેનલમાંથી CJIને બાકાત રાખવામાં આવ્યા છે. જેને કોંગ્રેસ નેતા ઠાકુર અને મેશ્રામ દ્વારા સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો અને દલીલ કરી હતી કે, નવો કાયદો ભારતના ચૂંટણી પંચના સભ્યોની નિમણૂક માટે “સ્વતંત્ર પદ્ધતિ” પ્રદાન કરતું નથી. આમ, તે મુક્ત અને ન્યાયી ચૂંટણીના સિદ્ધાંતનું ઉલ્લંઘન કરે છે.

અરજીમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે “ચૂંટણી પંચની કામગીરી શાસનની ગુણવત્તા અને લોકશાહીની તાકાતને મોટા પ્રમાણમાં નિર્ધારિત કરે છે અને ચૂંટણી પંચના મહાન બંધારણીય મહત્વને ધ્યાનમાં રાખીને, મુખ્ય ચૂંટણી કમિશનર અને તેના સભ્યોની નિમણૂકની પ્રક્રિયાની પદ્ધતિમાં નિષ્પક્ષતા અને પારદર્શિતાએ ખૂબ જ નિર્ણાયક બની જાય છે.

આ પણ જુઓ :SCએ NGTને લગાવી ફટકાર, કહ્યું- સ્વચ્છ હવાનો અધિકાર માત્ર દિલ્હીના લોકોને જ નથી

Back to top button