ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

રોયલ્ટી પર SCના નિર્ણયે માઈનિંગ કંપનીઓનું વધાર્યું ટેન્શન! મૂડીઝ તરફથી આવ્યું મોટું નિવેદન

Text To Speech
  • મૂડીઝે ભવિષ્યમાં ભારતીય માઈનિંગ કંપનીઓના નફા પર નકારાત્મક અસર થવાની આગાહી કરી

નવી દિલ્હી, 21 ઓગસ્ટ: અગ્રણી વૈશ્વિક રેટિંગ એજન્સી મૂડીઝે ભવિષ્યમાં ભારતીય માઈનિંગ કંપનીઓના નફા પર નકારાત્મક અસર થવાની આગાહી કરી છે. મૂડીઝે કહ્યું છે કે, માઇનિંગ પર રોયલ્ટી અંગે સુપ્રીમ કોર્ટનો નિર્ણય ટાટા સ્ટીલ, અલ્ટ્રાટેક સિમેન્ટ અને વેદાંત રિસોર્સિસ જેવી માઇનિંગ કંપનીઓ માટે નકારાત્મક સાબિત થશે. તેની પાછળનું કારણ જણાવતા મૂડીઝે કહ્યું કે, સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી માઈનિંગ કંપનીઓના રોકડ પ્રવાહમાં ઘટાડો કરીને તેમની નફાકારકતાને અસર થશે.

સુપ્રીમ કોર્ટે 14મી ઓગસ્ટના રોજ આપેલા આદેશમાં ખનિજ સમૃદ્ધ રાજ્યોને 1 એપ્રિલ, 2005થી ખનિજ અધિકારો અને રોયલ્ટી તેમજ ખનિજ ધરાવનારી જમીન પર ટેક્સની બાકી રકમની માંગ કરવાની મંજૂરી આપી હતી.

સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં રાજ્યો અને કંપનીઓને શું કહ્યું?

મહત્ત્વપૂર્ણ છે કે, 14 ઓગસ્ટના રોજ પોતાના એક આદેશમાં સુપ્રીમ કોર્ટે ખનિજ સમૃદ્ધ રાજ્યોને મંજૂરી આપી હતી કે તેઓ 1 એપ્રિલ, 2005થી ખનિજ અધિકારો અને ખનિજથી સમૃદ્ધ જમીન પર રોયલ્ટી અને ટેક્સ પર બાકી રકમની માંગ કરી શકે છે. Moody’s Ratings એ સુપ્રીમ કોર્ટના આ નિર્ણય અંગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “Pretrospective Tax લાદવો એ Tata Steel, UltraTech Cement, JSW સ્ટીલ અને વેદાંત રિસોર્સિસ, ભારતમાં માઈનિંગની કામગીરી ધરાવતી કંપનીઓ માટે વિશ્વસનીયતાના સંદર્ભમાં નકારાત્મક છે, કારણ કે હપ્તેથી ચુકવણી થતાં તેમના કેશ ફ્લો પર નકારાત્મક અસર પડશે.

કંપનીઓની નફો મેળવવાની ક્ષમતા પર કેવી અસર પડશે?

રેટિંગ એજન્સીએ જણાવ્યું હતું કે, “આ કંપનીઓએ ભવિષ્યમાં રાજ્ય ટેક્સ ચૂકવવો પડશે, જે તેમની નફો કમાવવાની ક્ષમતાને અસર કરશે.” મૂડીઝે એમ પણ કહ્યું કે, કંપનીઓએ 1 એપ્રિલ, 2026થી બાકી ટેક્સ ચૂકવવો પડશે. પ્રથમ 12 વર્ષમાં હપ્તાઓમાં કરવામાં આવશે. પરંતુ આ ઊંચા ખર્ચને ગ્રાહકો સુધી પહોંચાડવાની કંપનીઓની ક્ષમતાને કારણે નફો મેળવવાની તેમની ક્ષમતાને ઘટાડી શકે છે.” મૂડીઝ માને છે કે નવા કર સાથે રોકડ પ્રવાહમાં ઘટાડો માઈનિંગ કંપનીઓને તેમની મૂડી ખર્ચ યોજનાઓ પર પુનર્વિચાર કરવા દબાણ કરી શકે છે.

આ પણ જૂઓ: મંકીપોક્સના લક્ષણો અંગે AIIMSએ જાહેર કરી SOP, જાણો શું છે ?

Back to top button