ટ્રેન્ડિંગનેશનલ

સ્ક્રેપ માફિયા રવિ કાનાની ગર્લફ્રેન્ડ સાથે થાઈલેન્ડમાં ધરપકડ, એક કેસે ખુલ્લો પાડ્યો ગોરખ ધંધો

નવી દિલ્હી, 24 એપ્રિલ: ગ્રેટર નોઈડાના સૌથી મોટા સ્ક્રેપ માફિયા રવિ કાના અને તેની પ્રેમિકા કાજલ ઝાની થાઈલેન્ડમાંથી ધરપકડ કરવામાં આવી છે. નોઈડા પોલીસ રવિ કાના અને કાજલ ઝાને ભારત લાવવા માટે તમામ ઔપચારિકતાઓ પૂરી કરવામાં લાગેલી છે.  લેડી ડૉન કાજલ ઝા અને સ્ક્રેપ માફિયા રવિ કાના બંને ગેંગસ્ટર લાંબા સમયથી ભાગતા ફરતા હતા. જો કે, અંતે પોલીસે રંગે હાથે પકડી પાડ્યા છે. અગાઉ નોઈડા પોલીસે બંને ફરાર ગેંગસ્ટરો સામે લુકઆઉટ અને રેડ કોર્નર નોટિસ જારી કરી હતી. ત્યારબાદ બંને માફિયા થાઈલેન્ડ ભાગી ગયા હતા. નોઈડા પોલીસ તેમના થાઈ સમકક્ષો સાથે સતત સંપર્કમાં હતી. મિશન હાથ ધરીને બંનેને ઝડપી પાડવામાં આવ્યા છે.

કોણ છે ગેંગસ્ટર રવિ કાના?

ગેંગસ્ટર રવિ કાના સામે ગેંગસ્ટર એક્ટ હેઠળ ગેંગ રેપનો કેસ પણ નોંધાયેલો છે. 1 જાન્યુઆરી 2024એ એક મહિલાએ રવિ કાના પર બળાત્કારનો કેસ દાખલ કર્યો હતો, જેના પછી પોલીસ તેને શોધી રહી છે. પોલીસે રવિ કાનાના વિવિધ શંકાસ્પદ ઠેકાણાઓ પર દરોડા પાડ્યા હતા, પરંતુ તે બચી ગયો હતો. જો કે, બાદમાં પોલીસે તેની ગર્લફ્રેન્ડ અને લેડી ડોન તરીકે જાણીતી કાજલ ઝા વિરુદ્ધ કેસ નોંધ્યો હતો.

મહિલા પર બળાત્કાર ગુજારવાનો આરોપ

કોર્ટમાં દાખલ કરાયેલી 500 પાનાની ચાર્જશીટ મુજબ પોલીસે રવિ કાનાને ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો માસ્ટરમાઈન્ડ ગણાવ્યો હતો, જેમાં તેની ગર્લફ્રેન્ડ પણ સંડોવાયેલી હતી. ત્યારપછી એક મહિલાની ફરિયાદના આધારે 30 ડિસેમ્બર 2023ના રોજ નોઈડાના સેક્ટર 39 પોલીસ સ્ટેશનમાં ગેંગસ્ટર વિરુદ્ધ બળાત્કારનો કેસ નોંધવામાં આવ્યો હતો. ફરિયાદીએ આરોપ લગાવ્યો છે કે રવિ કાના એ પાંચ શખ્સોમાંથી એક હતો જેણે લગભગ છ મહિના પહેલા તેની સાથે દુષ્કર્મ આચાર્યું હતું. એટલું જ નહીં, બ્લેકમેલ કરવા માટે આ કૃત્યનો વીડિયો બનાવ્યો હતો. મહિલાએ પોલીસને જણાવ્યું કે થોડા મહિના પહેલા આ ઘટના બની હતી જ્યારે તે નોકરી શોધી રહી હતી. ત્યારબાદ તે રવિ કાનાના સહયોગી રાજકુમાર અને મેહમીને મળી, જેમણે તેને નોકરીના બહાને લલચાવી હતી. ફરિયાદમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે બંને તેને એક સૂમસામ જગ્યાએ લઈ ગયા જ્યાં રવિ કાના તેના અન્ય બે સહયોગીઓ આઝાદ અને વિકાસ સાથે તેને મળ્યા, તે પહેલા પાંચ આરોપીઓએ તેના પર બળાત્કાર કર્યો.

કોણ છે લેડી ડૉન કાજલ ઝા?

કાજલ ઝા માફિયા રવિ કાનાની સ્ક્રેપ કંપનીની ડાયરેક્ટર પણ રહી ચૂકી છે. કાજલ ઝા રવિ કાનાની રાઇટ હેન્ડ હતી અને આખી ગેંગ ચલાવતી હતી અને તેને માર્ગદર્શન પણ આપતી હતી. રવિ કાનાને કાજલ ઝા પર સૌથી વધુ વિશ્વાસ હતો. નોઈડામાં ડરનું બીજું નામ હોય તો એ કાજલ ઝા છે. તેની સામે ગેંગસ્ટર એક્ટ હેઠળ પણ કેસ નોંધવામાં આવ્યો છે.

પોલીસે ગેંગસ્ટરોની 350 કરોડની સંપત્તિ સીલ કરી હતી

નોઈડા પોલીસે ગૌતમ બુદ્ધ નગર, બુલંદશહર અને દિલ્હીમાં ગેંગસ્ટરની લગભગ 350 કરોડ રૂપિયાની પ્રોપર્ટી સીલ કરી છે. આમાં રવિ કાનાના દિલ્હીની ન્યૂ ફ્રેન્ડ્સ કોલોનીમાં 80 કરોડ રૂપિયાનો બંગલો પણ સામેલ છે, જે તેણે તેની ગર્લફ્રેન્ડના નામે ખરીદ્યો હતો. નોઈડા પોલીસે ઉત્તર પ્રદેશના બુલંદશહેરના ખુર્જામાં 40 વીઘા જમીન પણ સીલ કરી દીધી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓએ વિવિધ ગુનાઓમાંથી કમાયેલા પૈસાથી આ સંપત્તિ બનાવી હતી.

આ પણ વાંચો: ગેંગસ્ટરો પછી તેમની પત્નીઓ યુપી પોલીસ માટે બની માથાનો દુ:ખાવો

Back to top button