ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતમાં કાળઝાળ ગરમીએ મેડિકલ ઇમરજન્સી વધારી, એક સપ્તાહમાં હિટસ્ટ્રોકના કેસ વધ્યા

  • ગુજરાતનો મોટાભાગનો હિસ્સો અગનભઠ્ઠી બની ગયો
  • 4 દિવસમાં 112 કોલ્સ ઇમરજન્સીમાં હોસ્પિટલ મોકલ્યા
  • રાજ્યમાં તાપમાનો પારો ઊંચકાતાં ગરમીનો પ્રકોપ વધ્યો

ગુજરાતમાં કાળઝાળ ગરમીએ મેડિકલ ઇમરજન્સી વધારી છે. જેમાં એક સપ્તાહમાં હિટસ્ટ્રોકના કેસ વધ્યા છે. તેમાં છેલ્લા 1 સપ્તાહમાં 153 વ્યક્તિને હિટસ્ટ્રોકની અસર થઇ છે. છેલ્લા બે દિવસમાં 10થી વધુ કોલ્સ બેભાન થવાના આવ્યા છે. 4 દિવસમાં 112 કોલ્સ ઇમરજન્સીમાં હોસ્પિટલ ખસેડવા પડ્યા છે.

આ પણ વાંચો: રાજકોટમાં મ્યુનિ.કમિશનર ડી.પી.દેસાઈ અને પોલીસ કમિશનર બ્રિજેશ ઝા ચાર્જ સંભાળતા જ એક્શન મોડમાં

ગુજરાતનો મોટાભાગનો હિસ્સો અગનભઠ્ઠી બની ગયો

વડોદરામાં પ્રતાપનગર વિસ્તારમાં રહેતા 44 વર્ષીય મુકેશ સંપતભાઈ માળીને 22મીના રોજ તબિયત લથડતાં સારવાર માટે સયાજી હોસ્પિટલના હિટ સ્ટ્રોક વોર્ડમાં ખસેડાયા હતા, જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. બીજી ઘટનામાં વડોદરામાં બે લોકોના ગરમીના કારણે મોત થયા હતા. આ વખતે અડધો મે મહિનો પૂર્ણ થયા બાદ સતત તાપમાનનો પારો ઊંચકાતાં ગુજરાતનો મોટાભાગનો હિસ્સો અગનભઠ્ઠી બની ગયો હતો. અમદાવાદ અને ગાંધીનગરમાં પારો 46 ડિગ્રીને પાર પહોચતાં લોકો તોબાહ પોકારી ઉઠયાં હતા. જોકે બાદમાં સતત પારો નીચે ઉતરતાં લોકોએ રાહત અનુભવી હતી. પરંતુ ફરી અમદાવાદમાં પારો 45 ડિગ્રીને પાર જતાં ગરમીનું જોર વધ્યું હતુ.

રાજ્યમાં તાપમાનો પારો ઊંચકાતાં ગરમીનો પ્રકોપ વધ્યો

અમદાવાદ સહિત રાજ્યમાં તાપમાનો પારો ઊંચકાતાં ગરમીનો પ્રકોપ વધ્યો હતો. ગરમીના લીધે વડોદરામાં બે વ્યક્તિના મોત નિપજ્યાં છે. અમદાવાદમાં મંગળવારે મહત્તમ તાપમાન 44.1 ડિગ્રી નોંધાતા બપોરના સમયે અગનગોળા વર્ષાવતી ગરમીનો વર્તારો રહ્યો હતો. અમદાવાદ રાજ્યનું સૌથી હોટેસ્ટ શહેર નોંધાયું હતું. બીજી તરફ ભાવનગરમાં 43.6, ગાંધીનગરમાં 43.4 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 43 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

ચામડી દઝાડતી ગરમીની સાથેસાથે અસહ્ય ઉકળાટ

હવામાન ખાતા દ્વારા અપાયેલા સંકેતો મુજબ આગામી ચાર-પાંચ દિવસમાં મહત્તમ તાપમાનનો પારો 2થી 3 ડિગ્રી ગગડશે. અમદાવાદમાં નોંધાયેલું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 2.2 ડિગ્રી વધુ નોંધાયુ છે. ચામડી દઝાડતી ગરમીની સાથેસાથે અસહ્ય ઉકળાટ રહેતા લોકો પરસેવે રેબઝેબ બન્યા હતા. આગામી એક સપ્તાહ સુધીમાં અમદાવાદ સહિત રાજ્યભરમાં વરસાદી માહોલ રહેવાની કોઈ જ શક્યતાઓ ન હોવાના સંકેતો પણ હવામાન ખાતા દ્વારા અપાયા છે.

Back to top button