ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતમા કાળઝાળ ગરમીનો પ્રકોપ, જાણો કયા શહેરમાં છે ઓરેન્જ એલર્ટ

Text To Speech
  • અમદાવાદનું તાપમાન વધતા અંગ દઝાડતી ગરમીનો અહેસાસ
  • સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 45 ડિગ્રી તાપમાન નોંધાયું
  • ભાવનગર, સુરેન્દ્રનગર તેમજ જૂનાગઢમાં હીટવેવ રહેશે

ગુજરાતમા કાળઝાળ ગરમીનો પ્રકોપ છે. અમદાવાદમાં આજે ઓરેન્જ એલર્ટ છે. તેમજ આગામી 6 દિવસ ગરમીથી રાહત મળશે નહી. તેવું રાજ્યના હવામાન વિભાગનું અનુમાન છે. તેમજ વલસાડ, પોરબંદર, ભાવનગર, સુરેન્દ્રનગર તેમજ જૂનાગઢમાં હીટવેવ રહેશે.

સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 45 ડિગ્રી તાપમાન નોંધાયું

કચ્છ 44.1 ડિગ્રી તેમજ પોરબંદર 38.6, જૂનાગઢ 42.5 ડિગ્રી, ભાવનગર 41.4 ડિગ્રી, વલસાડ 39.6 ડિગ્રી, અમદાવાદ અને ગાંધીનગર 44.5 ડિગ્રી તેમજ સુરેન્દ્રનગર 45.5 ડિગ્રી તથા જામનગર 44.5 ડિગ્રી, આણંદ 43.5ડિગ્રી અને વડોદરા 43.2 ડિગ્રી તેમજ બનાસકાંઠા 45 ડિગ્રી તાપમાન રહ્યું છે. રાજ્યમાં માવઠા બાદ આજે ગરમીએ રેકોર્ડ તોડ્યો છે. ગરમીનો પારો 45 ડિગ્રીએ પહોંચ્યો છે અને અમૂક વિસ્તારોમાં કાળઝાળ ગરમીને કારણે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 45 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ભુજ અને રાજકોટ, ડીસા અને ગાંધીનગરમાં 44 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

અમદાવાદનું તાપમાન વધતા અંગ દઝાડતી ગરમીનો અહેસાસ

રાજ્યના પાંચ શહેરો કે જ્યાં આજે ગરમીનો પારો 44 ડિગ્રીને પાર પહોંચ્યો છે. હવામાન વિભાગની નવી આગાહી અનુસાર, હજુ પણ છ દિવસ રાજ્યમાં હિટવેવ અને ગરમી પડશે. તો આજથી 2 દિવસ અમદાવાદમાં ઓરેન્જ અલર્ટની આગાહી છે અને તાપમાન 43-44 ડિગ્રી રહેશે. તો આજથી 2 દિવસ સુરત અને વલસાડમાં હીટવેવની આગાહી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ગરમીનો પારો ઊંચો જઈ શકે છે. અમદાવાદનું તાપમાન વધતા અંગ દઝાડતી ગરમીનો અહેસાસ થતો હતો.

Back to top button