ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, જાણો કયા શહેરમાં ઓરેન્જ અલર્ટ જાહેર

Text To Speech
  • કચ્છમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે
  • અમદાવાદ 42.2 ડિગ્રી,ગાંધીનગર 40.4 ડિગ્રી તાપમાન
  • રાજ્યમાં તાપમાનનો પારો 44 ડિગ્રીએ પહોંચ્યો

ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ છે. ત્યારે ગરમી વધતા IMD દ્વારા અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં તાપમાનનો પારો 44 ડિગ્રીએ પહોંચ્યો છે. તેમજ સૌથી વધુ 44 ડિગ્રી તાપમાન અમરેલીમાં નોંધાયું છે. તથા કચ્છમાં ગરમીનું યેલો અલર્ટ જાહેર કરાયુ છે. તેમાં કચ્છના લોકો ગરમીથી શેકાયા છે.

આ પણ વાંચો: ગુજરાતમાંથી ભાજપને દાન પેટે મળ્યા 244 કરોડ પણ તેમાંથી ખર્ચનો હિસાબ જાણી રહેશો દંગ

અમદાવાદ 42.2 ડિગ્રી,ગાંધીનગર 40.4 ડિગ્રી તાપમાન

અમદાવાદ 42.2 ડિગ્રી,ગાંધીનગર 40.4 ડિગ્રી, રાજકોટ 43.8 ડિગ્રી , વડોદરા 43.6 ડિગ્રી તથા સુરેન્દ્રનગર 43.4 ડિગ્રી, મહુવા 43.4 ડિગ્રી તેમજ કેશોદ 42.7 ડિગ્રી, કંડલા 42.2 ડિગ્રી તથા સુરત 42.1 ડિગ્રી, ભાવનગર 41.7 ડિગ્રી તાપમાન છે. તેમજ ભુજ 41.6 ડિગ્રી તથા ડીસા 40.7 ડિગ્રી તાપમાન રહેતા લોકો ગરમીથી શેકાયા છે. રાજ્યમાં ગરમીનો પારો ઝડપથી ઉપર ચઢી રહ્યો છે. જેમાં વિવિધ શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે. જ્યારે કેટલાક શહેરોમાં તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચી રહ્યો છે. છેલ્લા અઠવાડિયામાં છૂટાઠવાયા વરસાદ બાદ ફરી એકવાર ગરમીનો પારો ઉંચકાયો છે. આ સાથે જ કચ્છ, ભાવનગર, પોરબંદર, જૂનાગઢ અને સોમનાથમાં હવામાન વિભાગ દ્વારા હીટવેવની આગાહી કરવામાં આવી છે.

કચ્છમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે

કેટલાક શહેરમાં ઓરેન્જ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં તાપમાનનો પારો 44 ડિગ્રીએ પહોંચ્યો છે. તેમજ મોટાભાગના શહેરોનું તાપમાન 41 ડિગ્રી પાર ગયુ છે. સૌથી વધુ 44 ડિગ્રી તાપમાન અમરેલીમાં નોંધાયું છે. ગરમી વધતા IMD દ્વારા અલર્ટ અપાયું છે. તથા સૌરાષ્ટ્રમાં ગરમીનું ઓરેન્જ અલર્ટ છે. તેમજ પોરબંદર, જુનાગઢ અને ભાવનગરમાં ઓરેન્જ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ તરફ રાજ્યભરમાં હીટવેવની સ્થિતિ જોવા મળી રહી છે. જેમાં ગુજરાતના ત્રણ જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તથા કચ્છમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે.

Back to top button