પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ના વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા ગોવા પહોંચી ગયા છે. 12 વર્ષ બાદ કોઈ પાકિસ્તાની વિદેશ મંત્રીની ભારતની આ પ્રથમ મુલાકાત છે. અગાઉ 2011માં પાકિસ્તાનના વિદેશ મંત્રી હિના રબ્બાની ખાર ભારતની મુલાકાતે આવ્યા હતા. બિલાવલ ભુટ્ટો ગુરુવારે સવારે 11 વાગ્યા બાદ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનમાં સામેલ થવા માટે ભારત જવા રવાના થયા હતા. તેમણે ટ્વીટ કર્યું હતું કે હું શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનમાં પાકિસ્તાની પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરીશ.
આ પણ વાંચો : જામતારાના સભ્ય બનવા માટે શરૂ થયો ક્રેશ કોર્સ, અલવર અને ભરતપુરમાં ટ્રેનિંગ કેમ્પ
પાકિસ્તાનના વિદેશ મંત્રી @BBhuttoZardari પહોંચ્યા ગોવા
SCO સમિટની બેઠકમાં બિલાવલ ભુટ્ટો ભાગ લેશે
ભારત – પાકિસ્તાન વચ્ચે વાતચીત નહિં થાય#india #pakistan #pakistannews #BilawalBhuttoZardari #SCOSummit #sco #news #newsupate #gujarat #GujaratiNews #humdekhengenews pic.twitter.com/aLH4LTwo7G
— Hum Dekhenge News (@humdekhengenews) May 4, 2023
તેમણે કહ્યું કે આ બેઠકમાં ભાગ લેવાનો મારો નિર્ણય SCOના ચાર્ટર પ્રત્યે પાકિસ્તાનની મજબૂત પ્રતિબદ્ધતા દર્શાવે છે. હું મિત્ર દેશોના મારા સમકક્ષો સાથે રચનાત્મક ચર્ચા કરવા આતુર છું. બિલાવલ ભુટ્ટો પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન બેનરાઝીર ભુટ્ટો અને પાકિસ્તાનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીના પુત્ર છે. બિલાવલ 2007થી પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના અધ્યક્ષ છે. તે 2012માં ઓક્સફોર્ડમાંથી સ્નાતક થયા બાદ પરત ફર્યા હતા. આ પછી તેઓ પાકિસ્તાનના રાજકારણમાં સક્રિય થયા. ઓગસ્ટ 2018ની સામાન્ય ચૂંટણીઓમાં, બિલાવલ ભુટ્ટોએ પાકિસ્તાન પીપલ્સ પાર્ટીની ટિકિટ પર ચૂંટણી લડી અને પાકિસ્તાનની સંસદના સભ્ય બન્યા હતા.
#WATCH | Pakistan Foreign Minister Bilawal Bhutto Zardari departs from Karachi. He will reach Goa to attend the Shanghai Cooperation Organization (SCO) Summit.
(Source: Pakistan HC) pic.twitter.com/PTogCwlQ14
— ANI (@ANI) May 4, 2023
પાકિસ્તાની વિદેશ મંત્રી ઉપરાંત રશિયા અને ચીનના વિદેશ મંત્રીઓ પણ ગોવા પહોંચી ગયા છે. ભારતના વિદેશ મંત્રી જયશંકર રશિયા અને ચીનના વિદેશ મંત્રીઓ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. રશિયા અને ચીન બંનેના વિદેશ પ્રધાનો અગાઉ માર્ચમાં દિલ્હીમાં યોજાયેલી G20 બેઠકમાં ભાગ લેવા માટે ભારતની મુલાકાતે આવ્યા હતા. ચીન અને પાકિસ્તાનના વિદેશ પ્રધાનોએ બેઠકમાં વ્યક્તિગત રીતે હાજરી આપશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બંને મંત્રીઓ SCO સભ્યો વચ્ચે આર્થિક સહયોગ અને પ્રાદેશિક સુરક્ષા સહિત અનેક મહત્વપૂર્ણ ભૂ-રાજકીય મુદ્દાઓ પર ચર્ચા કરશે. લવરોવ અન્ય SCO દેશોના તેમના સમકક્ષો સાથે પણ દ્વિપક્ષીય બેઠકો કરશે તેવી અપેક્ષા છે.
#WATCH | Pakistan Foreign Minister Bilawal Bhutto Zardari to reach Goa today. He will be leading the Pakistan delegation at the Shanghai Cooperation Organization.
"My decision to attend this meeting illustrates Pakistan’s strong commitment to the charter of SCO. I look forward… pic.twitter.com/dSEETvUJyV
— ANI (@ANI) May 4, 2023
શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) એ વિશ્વના આઠ દેશોનું સંગઠન છે. તેની શરૂઆત 15 જૂન 2001ના રોજ થઈ હતી. ભારત ઉપરાંત શાંઘાઈ સંગઠનમાં સામેલ દેશોમાં ચીન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન, ઉઝબેકિસ્તાન, રશિયા અને પાકિસ્તાનનો સમાવેશ થાય છે. 2016 પહેલા ભારત-પાકિસ્તાન આ ગઠબંધનમાં સામેલ નહોતા. આ બંને દેશોને જૂન 2016માં સામેલ કરવામાં આવ્યા હતા. શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનમાં સમાવિષ્ટ દેશો તેમની રાજનીતિ, અર્થતંત્ર, વિકાસ અને તેમની સૈન્ય સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવા અને ઉકેલવા માટે વ્યૂહરચના બનાવે છે. સહકાર સંગઠનનું ધ્યેય આતંકવાદને રોકવા, વેપાર અને અર્થતંત્રમાં વધારો, ટેક્નોલોજી, સંસ્કૃતિ અને સંશોધનને સભ્ય દેશો વચ્ચે વ્યાપાર સાથે શેર કરવાનો છે.