માનવીના શુક્રાણુ અને અંડકોશ વગર સ્ટેમ સેલનો ઉપયોગ કરીને કૃત્રિમ માનવ-ગર્ભ બનાવવામાં વિજ્ઞાનીઓને મોટી સફળતા મળી છે. વિજ્ઞાનીઓનું કહેવું છે કે આ મોડેલ એમ્બ્રિયોની મદદથી ગર્ભના પ્રારંભિક તબક્કાના વિકાસને સમજવામાં મદદ મળશે. જેનાથી જિનેટિક ડિસઓર્ડર અને ગર્ભપાતને રોકવામાં મદદ મળશે.
સંશોધન: યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજ અને કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીના પ્રો. મેગ્ડાલેન્ઝા ગોટ્ઝે બોસ્ટનમાં યોજાયેલી ઈન્ટરનેશનલ સોસાયટી ફોર સ્ટેમ સેલ રિસર્ચની વાર્ષિક બેઠકમાં આ સંશોધન વિશે માહિતી રજૂ કરી હતી. પ્રો. ગોટ્ઝ કહે છે કે અમે સ્ટેમ સેલના રિપ્રોગ્રામિંગ દ્વારા માનવ-ગર્ભ સાથે ગર્ભનાળ પેશી અને જરદીની કોથળીઓ વિકસાવવામાં સફળ રહ્યા છીએ. જોકે આ ગર્ભમાં ન તો ધબકારા છે કે ન તો મગજનો વિકાસ થાય છે.
લંડનની ફ્રાન્સિસ ક્રિક ઇન્સ્ટિટ્યૂટના સ્ટેમ સેલ બાયોલોજી હેડ રોબિન લોવેલ બેજ કહે છે કે જો તમે સ્ટેમ સેલમાંથી સામાન્ય માનવ-ગર્ભના વિકાસનું મોડલ બનાવો છો, તો તમે તેના વિશે ઘણી બધી જાણકારી પ્રાપ્ત કરી શકો છો. આનાથી ગર્ભના વિકાસના પ્રારંભિક ‘બ્લેક બોક્સ’ સમયગાળાને સમજવામાં મદદ મળશે. કારણ કે વિજ્ઞાનીઓને 14 દિવસની કાયદાકીય મર્યાદા સુધી પ્રયોગશાળામાં ગર્ભ વિકસિત કરવાની મંજૂરી છે.
કૃત્રિમ ગર્ભના મેડિકલ ઉપયોગમાં હજુ પણ ઘણા અવરોધો:
આ મામલાને લઈને ઘણા નૈતિક અને કાયદાકીય સવાલો પણ ઊભા થયા છે, કારણ કે લેબમાં બનેલા ગર્ભને લઈને બ્રિટન સહિત દુનિયાભરના ઘણા દેશોમાં કોઈ કાયદાકીય રીતે સ્પષ્ટતા નથી. આવામાં આ કૃત્રિમ ગર્ભના મેડિકલ ઉપયોગની સંભાવનાઓ ઓછી છે.
આ પણ વાંચો: કૃષિ યુનિવર્સિટીમાં થતા સંશોધનો અને નવીન ટેકનોલોજીનું માર્ગદર્શન ખેડૂતોને તાલીમ દ્વારા અપાયું