વૈજ્ઞાનિકોએ આબોહવાને અનુરૂપ ઘઉંની નવી જાતને વિકસાવી છે. જેમાં ઘઉંનું વાવેતર ઓક્ટોબર મહિનામાં કરવાથી માર્ચની ગરમીની અસરથી બચી શકાય છે. ઘઉં અને લોટની કિંમતમાં વાર્ષિક 25.05 ટકાનો વધારો છે. હાલમાં વધતા તાપમાન અને તેના લીધે ઘઉંના પાક પર થતી અસર પર નજર રાખવા માટે એક કમિટીની રચના કરેલી છે. જાન્યુઆરીમાં અનાજનો ફુગાવો વાર્ષિક ધોરણે 16.12 ટકા જેટલો વિક્રમ સ્તરે વધેલો. જેની પાછળનુ કારણ ઘઉં અને લોટની કિંમતમાં વાર્ષિક 25.05 ટકાનો વધારો છે. સરકારી ગોડાઉનમાં રહેલા ઘઉંના જથ્થાની સ્થિતિ વધુ વકરી છે. પહેલી ફેબ્રુઆરીના રોજ 154.44 લાખ ટનનો જથ્થો હતો. જે છેલ્લા છ વર્ષમાં સૌથી ઓછો છે.
આ પણ વાંચો:અમદાવાદ: મોબાઇલ રેડિયેશન કેન્સરકારક, SAR વેલ્યૂ જાણવી જરૂરી
તાપમાનમાં થયેલા વધારાના લીધે પાકને બહુ મોટુ નુકસાન
સામાન્ય રીતે એપ્રિલમાં ઘઉંની લણણી થતી હોય છે, ગત વર્ષે માર્ચ માસમાં તાપમાનમાં થયેલા વધારાના લીધે પાકને બહુ મોટુ નુકસાન થયુ હતુ. આ એ સમય હતો કે ત્યારે ઘઉંમાં સ્ટાર્ચ અને પ્રોટીનનુ સંચય થતો હતો. જો કે, વધતા તાપમાનના લીધે ઘઉંના ઉત્પાદનમાં ઘટાડો થતા સરકારને પણ ઘઉંનો જથ્થો ઓછો મળેલો. ત્યારે ઘઉં જે વિસ્તારોમાં ઉગાડાય છે, તે વિસ્તારમાં આ વર્ષે પણ આવી સ્થિતિ સર્જાય તેવી સંભાવના જોવાઈ રહી છે. ગરમીના વધવાના લીધે, ભારતમાં ઘઉંના પાકને અસર થાય છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ (આઈસીએઆર)ના વૈજ્ઞાનિકો દ્વારા આ બાબતના ઉકેલ રુપે બીટ ધ હીટને રજૂ કરાયેલો છે, જેમાં વાવણીના સમયને આગળ વધારવાની વાત કહેવાઈ છે.
આ પણ વાંચો: નારી શક્તિનો ઉત્તમ દાખલો જાફરાબાદની 160 મહિલાઓએ આપ્યો
ઘઉંનો પાક માર્ચ માસની ગરમીથી બચી શકે છે
પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં મોટાભાગે નવેમ્બર માસના મધ્યભાગમાં ઘઉંની વાવણી કરવામાં આવે છે. સામાન્ય રીતે ઘઉંના પાક 140 થી 145 દિવસમાં તૈયાર થાય છે. ડાંગર, કપાસ અને સોયાબીનની કાપણી પછી ઘઉંનુ વાવેતર કરાય છે. જ્યારે ઉત્તરપ્રદેશ અને બિહારમાં શેરડી અને ડાંગરની કાપણી પછી થાય છે. એવુ અનુમાન છે કે, જો ઘઉંની વાવણી 20 ઓક્ટોબર આસપાસ કરવામાં આવે તો ઘઉંનો પાક માર્ચ માસની ગરમીથી બચી શકે છે. માર્ચના ત્રીજા સપ્તાહની આસપાસ અનાજ ભરવાનુ કામ પૂર્ણ થઈ શકે છે અને મહિનાના અંત સુધીમાં સરળતાથી લણણી કરી શકાય છે.
આ પણ વાંચો: ગુજરાતમાં મહિલાઓ સામે સાઈબર ક્રાઈમની સંખ્યા વધી
નવેમ્બરની શરૂઆતમાં ઘઉં ઉપર અકાળે ફુલ આવે તેવી સંભાવના
ઉકેલ તો સરળ જણાય છે, જો કે એક વાત એ પણ છે કે નવેમ્બરની શરૂઆતમાં ઘઉં ઉપર અકાળે ફુલ આવે તેવી સંભાવના પણ છે. ઘઉંના પાકના નિષ્ણાંત અને આઈસીએઆરના મુખ્ય વૈજ્ઞાનિકના મતે, નવેમ્બરના પહેલા ભાગમાં વાવવામાં આવેલા પાકને સામાન્ય રીતે મથાળા પર આવવામાં અંદાજે 80 થી 95 દિવસનો સમય લાગે છે. ( એટલે કે બાલી અથવા ફુલો અને છેવટે અનાજ ધરાવતા મથાળા જેમાંથી સંપુર્ણપણે ઘઉં બહાર આવે છે). પરંતુ ખેડુત ઓક્ટોબરમાં ઘઉંનુ વાવેતર કરે તો મથાળામાં 10 થી 20 દિવસ ઘટે છે અને તે 70 થી 75 દિવસમાં આવે છે. જો કે, આ બાબત ઉપજને અસર કરે છે. જેના લીધે, પાકને યોગ્ય રીતે વૃદ્ધિ પામવાનો પુરતો સમય મળતો નથી.
આ પણ વાંચો: ગુજરાત: પાઠયપુસ્તક મંડળનો ગંભીર છબરડો વર્ષો પછી બહાર આવ્યો
આઈએઆરઆઈના વૈજ્ઞાનિકોએ ત્રણ જાતો વિકસાવેલી છે. તે તમામ જનીનને સમાવિષ્ટ કરે છે. જે અકાળે વહેલા આવતા ફુલોને અટકાવવા માટે હળવા સ્થાનિકીકરણની જરુરિયાત માટે જવાબદાર છે. આઈસીએઆરના ડાયરેક્ટર જનરલના મતે, આ પ્રકારના પાકની જાતોના કોમર્શિયલાઈઝેશનમાં ખાનગી ક્ષેત્રને સમાવિષ્ટ કરવાથી અને નવી ટેકનોલજી અપનાવવાથી ખેડૂતોને લાભ થશે.