ટોપ ન્યૂઝવર્લ્ડ

વૈજ્ઞાનિકોનો દાવો : ચીનમાં કોરોના નિયંત્રણમાં ન આવ્યો તો ત્યાંની 60 ટકા વસ્તી થઈ શકે છે સંક્રમિત !

હાલ ચીનમાં કોરોના વાયરસના કારણે સ્થિતિ બેકાબુ બની રહી છે, જેમાં ઓમિક્રોનના સબ-વેરિઅન્ટ BF.7ને કારણે દિવસેને દિવસે પરિસ્થિતિ વધુન વધુ ખરાબ બની રહી છે. ભારતમાં પણ અત્યાર સુધીમાં BF.7 વેરિઅન્ટના 4 કેસ નોંધાયા છે. દેશમાં બે કેસ ગુજરાતમાં અને બે ઓડિશામાંથી નોંધાયા છે. તે જ સમયે, જર્મની, બેલ્જિયમ, ફ્રાન્સ, ડેનમાર્ક, યુએસ અને યુકે સહિત અન્ય ઘણા દેશોમાં પણ આ સબ-વેરિઅન્ટના કેસ નોંધાયા છે.

આ તરફ વાત જો ચીનની કરવામાં આવે તો ત્યાંના એક અહેવાલ અનુસાર, છેલ્લા 20 દિવસમાં ચીનમાં 25 કરોડ લોકો સંક્રમિત થયા છે. ચીનની હોસ્પિટલોમાં મૃતદેહોનો ઢગલો છે. સ્મશાનમાં અગ્નિસંસ્કાર માટે કોઈ સ્થાન નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ચીનના સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી દસ્તાવેજો લીક થયા છે, જેનાથી સંક્રમિતોનો આ ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે.

આ પણ વાંચો : ચીનમાં લાખોની સંખ્યામાં આવી રહ્યા છે કોરોના કેસ અને હજારોના મોત, એક અહેવાલે દુનિયાને ચોંકાવી દીધા

એટલું જ નહીં હાલની ચીનની સ્થિતિને જોતાં નિષ્ણાતોના મતે આગામી ત્રણ મહિનામાં ચીનની 60 ટકા વસ્તીએ કોરોના સંક્રમિત હોવાનો દાવો કર્યો છે. તેનાથી સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચી ગયો છે. સોશિયલ મીડિયા પર ફરતા દસ્તાવેજોને ટાંકીને, રેડિયો ફ્રી એશિયાએ દાવો કર્યો છે કે ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં ઝીરો કોવિડ પોલિસી હળવી કરવામાં આવ્યા બાદ ચીનમાં સ્થિતિ અત્યંત વિકટ બની ગઈ છે.

‘આગામી ત્રણ મહિનામાં ચીનની 60 ટકા વસ્તી કોરોના સંક્રમિત થશે’

કોરોના અંગે અને રોગચાળામાં આર્થિક બાબતોની નજર રાખતાં અર્થશાસ્ત્રી એરિક ફિઝલ ડીંગે એક વીડિયો રીટ્વીટ કર્યો અને દાવો કરવામાં આવ્યો છે કે આ વીડિયો બેઈજિંગની એક મોટી હોસ્પિટલનો છે, જ્યાં કોરોના દર્દીઓના મૃતદેહોના ઢગલા છે. તેમના અનુસાર આગામી ત્રણ મહિનામાં ચીનની 60 ટકા વસ્તી કોરોનાથી સંક્રમિત થઈ જશે. એરિકના મતે, વિશ્વની 10 ટકા વસ્તી વાયરસ માટે સંવેદનશીલ હોઈ શકે છે. ચીનની એક સંસ્થાએ દાવો કર્યો છે કે કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત ચીનનું કિંગદાઓ શહેર છે, જ્યાં એક દિવસમાં બીમાર લોકોની સંખ્યા 5 લાખ સુધી પહોંચી ગઈ છે.

ચીનની સ્થિતિ ખરેખર ખરાબ કે પછી કોઈ અન્ય કારણ ?

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ચીનના નેશનલ હેલ્થ કમિશનની બેઠકમાં કોરોના કેસ સંબંધિત કેટલાક ડેટા રજૂ કરવામાં આવ્યા હતા. આ જ દસ્તાવેજો લીક થયા છે. રિપોર્ટ અનુસાર 1 થી 20 ડિસેમ્બરની વચ્ચે 24.8 કરોડ લોકો કોરોના સંક્રમિત થયા છે. આ ચીનની વસ્તીના 17.65 ટકા છે. જ્યારે ચીન દ્વારા 20 ડિસેમ્બરે જાહેર કરાયેલા ડેટામાં માત્ર 37 મિલિયન લોકો જ સંક્રમિત હોવાનો અંદાજ છે. જેના પ્રમાણે ચીનની મોટી સંખ્યા કોરોનાની ચપેટમાં આવી છે. જેને અન્ય કેટલાંક પશ્ચિમના દેશના વિશ્લેષ્કો વસ્તી ઘટાડો કરવાની નીતિ સાથે પણ જોઈ રહ્યું છે.

Back to top button