ટ્રેન્ડિંગનેશનલયુટિલીટીસાયન્સ એન્ડ ટેકનોલોજી

હવે કંઈ બાકી રહે છે? બોલો, ફોનને ઠંડો રાખવાનું કૂલર બજારમાં આવી ગયું!

Text To Speech

નવી દિલ્હી, તા. 17 માર્ચ, 2025: ગુજરાત સહિત સમગ્ર દેશમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. ગરમીથી બચવા લોકો અનેક પ્રકારની યુક્તિઓ અજમાવે છે. આજની દોડધામભરી જિંદગીમાં મોબાઈલ ફોન પણ એક અભિન્ન અંગ બની ગયો છે. ઉનાળાની ગરમીમાં ફોન ચાર્જિંગ વખતે ગરમ પણ થઈ જતાં હોય છે. જોકે હવે ફોનને ઠંડા રાખવાના કૂલર પણ બજારમાં આી ગયા છે. કેટલીક ઓનલાઈન સાઈટ પર તે 1000 રૂપિયાની આસપાસ મળે છે.

આ સ્માર્ટફોન કૂલર ટોપ રેટેડ અને સારી ક્વોલિટીના છે. તેમાં હાઈ સ્પિન મોટર લાગેલી હોય છે. જે ફાસ્ટ રોટેશનથી મોબાઈલને ઠંડો રાખવામાં મદદ કરે છે. ગરમીના કારણે સ્માર્ટફોન ગરમ થવાની સમસ્યા વધી જાય છે, જૌ તમે પણ સમસ્યામાંથી છુટકારો મેળવવા ઈચ્છતા હો તો ફોન કૂલર સારો વિકલ્પ છે. આ ફોન કૂલર લગભગ તમામ બ્રાંડના સ્માર્ટફોન માટે શ્રેષ્ઠ છે.

Elfora Magnetic Mobile Cooler: આ કૂલર એન્ડ્રોઈડ અને આઈફોન બંને માટે ઉપયોગી છે. ગેમિંગના સમયે સ્માર્ટફોનને ગરમ થતો બચાવવા માટે ફોન કૂલર ઘણું ઉપયોગી છે. તેમાં આરજીબી લાઈટિંગ પણ મળે છે.

STRIFF Mobile Cooling Pad |Mobile Cooler: આ કૂલરની મદદથી સ્માર્ટ ફોનને ઠંડો રાખવામાં ઘણી મદદ મળે છે. આ ફોનમ કૂલર એલઈડી ટેમ્પરેચર ડિસ્પ્લે સાથે મળેછે. તેમાં મોબાઈલનું ટેમ્પરેટર પણ ચેક કરી શકાય છે.

EvoFox Hailstone Mobile cooler for gaming: આ મોબાઈલ કૂલરમાં મલ્ટીપલ એટેચ સિસ્ટમ આપવામાં આવી છે. આઈફોનની સાથે મેગ્નેટિક ટાઈપ અને અન્ય ડિવાઈસ કનેક્ટ કરી શકાય છે. તેનું કૂલિંગ સારું છે. આ ફોન કૂલર સ્માર્ટફોનના હીટિંગને પણ ઘટાડી શકાય છે. તેનો લુક પણ શાનદાર છે.

SpinBot IceDot Neo Mobile Cooler: ગેમિંગ લવર્સ માટે આ કૂલર શ્રેષ્ઠ છે. આ ફોન કૂલરથી ઈન્સ્ટંટ કૂલિંગથી વધારે ગરમ થયેલા સ્માર્ટફોનને તાત્કાલિક ઠંડા કરી શકાય છે. આ ફોન કૂલરથી એન્ડ્રોઈડ, આઈફોન અને ટેબલેટ પણ કનેક્ટ કરી શકાય છે.

Disclaimer: આ સમાચાર રાષ્ટ્રીય વેબસાઈટ પરથી લેવામાં આવ્યા છે, જાતે ખાતરી કર્યા પછી ખરીદી કરવી. એચડી ન્યૂઝ કોઈ બાબતે જવાબદાર નથી.

Back to top button