દિલ્હીની હવામાં આજે 07 નવેમ્બરે સુધારો જોવા મળ્યો છે. પ્રદૂષણમાં રાહતને કારણે દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે GRAP 4 પરનો પ્રતિબંધ હટાવવાનો નિર્ણય લીધો છે. તેમણે જાહેરાત કરી હતી કે હવેથી દિલ્હીમાં ટ્રકો અને નાના માલસામાનના વાહકોના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે નહીં.
WFHનો નિર્ણય પણ પાછો ખેંચી લેવામાં આવ્યો
દિલ્હીમાં ઘરેથી કામ કરવાનો નિર્ણય પણ પાછો ખેંચી લેવામાં આવ્યો છે. હવે સરકારી અને ખાનગી કચેરીઓ પહેલાની જેમ જ પુરી તાકાતથી કામ કરતી રહેશે. આ સિવાય દિલ્હીમાં CNG બસ સેવા પણ ચાલુ રહેશે.
09 નવેમ્બરથી શાળાઓ ખુલશે
પર્યાવરણ મંત્રીએ જાહેરાત કરી છે કે 9 ડિસેમ્બરથી પ્રાથમિક શાળાઓ ખુલી શકશે. જો કે, શાળાઓમાં આઉટડોર પ્રવૃત્તિઓ પરનો પ્રતિબંધ હાલ ચાલુ રહેશે. અગાઉની સૂચનાઓમાં ધોરણ 8 સુધીની શાળાઓને 8 નવેમ્બર સુધી બંધ રાખવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.