ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદ ઝોનની સ્કૂલોને ફી વધારવાનું મોકળું મેદાન મળી ગયું, જાણો કેમ

ચાર મહિનાથી FRC ચેરમેન વિનાની છે. જેમાં સ્કૂલોને ફીનું મોકળું મેદાન મળી ગયું છે. FRCના ચેરમેને ગત ઓક્ટોબરમાં રાજીનામુ આપ્યુ છે. તથા નવાની નિમણૂક પેન્ડિંગ છે. તેમાં 200થી વધુ ખાનગી સ્કૂલોની ફી નિર્ધારણના ફાઈનલ ઓર્ડર જ નથી. તેમજ એફઆરસીમાં ચેરમેન તરીકે નિવૃત જજની નિમણુક સરકાર દ્વારા કરવામાં આવે છે.

ચાલુ વર્ષની જ અંદાજે 200થી વધુ દરખાસ્તો પેન્ડીંગ

અમદાવાદ ઝોનની ફી નિર્ધારણ કમિટીમાં છેલ્લા ચાર મહિનાથી ચેરમેનની જગ્યા ખાલી પડી છે. ફી કમિટીના સભ્યો દ્વારા ચેરમેનની જગ્યા ભરવા માટે સરકારમાં રજૂઆત પણ કરી છે. પરંતુ હજુ સુધી ચેરમેનની જગ્યા ન ભરાતાં ફી કમિટીની કામગીરી અને નવા ફીના ઓર્ડર કરવાની કામગીરી ખોરંભે ચડી છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ અમદાવાદ ઝોનની ફી નિર્ધારણ કમિટીમા ચાલુ વર્ષની જ અંદાજે 200થી વધુ દરખાસ્તો પેન્ડીંગ છે. આમ સ્કૂલોની ફીના ફાઈનલ ઓર્ડર પેન્ડીંગ રહેતા સંચાલકો દ્વારા મનફાવે તેમ વાલીઓ પાસેથી ફીના ઉઘરાણા કરવામાં આવતાં હોવાનું જાણવા મળ્યું છે.

નવી ફીના ઓર્ડર સહિતની કોઈ કામગીરી થઈ શકી ન હોવાનું જાણવા મળ્યું

મહત્વની વાત એ છે કે, એફઆરસીમાં ચેરમેન તરીકે નિવૃત જજની નિમણુક સરકાર દ્વારા કરવામાં આવે છે, જે ફાઈલ સરકારમાં જ પેન્ડીંગ છે તેવુ કહી શકાય. અમદાવાદ ઝોનની ફી નિર્ધારણ કમિટીમાં અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, બોટાદ અને કચ્છ જિલ્લાની સ્કૂલોનો સમાવેશ થાય છે.આ કમિટી ચેરમેન નિવૃત્ત જજ બી.ટી.દવે હતા. જેઓએ ગત ઓક્ટોબર-2022ના રોજ રાજીનામુ આપ્યું હતુ. જોકે પછી ચેરમેનની છેલ્લા ચાર મહિનાથી ખાલી પડેલી જગ્યા સરકાર દ્વારા ભરવામાં આવી નથી. જજ દ્વારા રાજીનામું આપ્યાં બાદ ખાલી પડેલી જગ્યા ભરવા માટે કમિટી દ્વારા સરકારમાં લેખીતમાં જાણ પણ કરવામાં આવેલી છે. છતાં જજની નિમણુક કરવામા આવી નથી. ચેરમેનની જગ્યા ખાલી પડી હોવાથી છેલ્લા ચાર મહિનાથી ફી નિર્ધારણ કમિટીમાં નવી ફીના ઓર્ડર સહિતની કોઈ કામગીરી થઈ શકી ન હોવાનું જાણવા મળ્યું છે.

નવી ફીના ઓર્ડર-નવી દરખાસ્તો સહિતની કામગીરી ચેરમેનની સહી વિના શક્ય નથી

નવી ફીના ઓર્ડર તેમજ નવી દરખાસ્તો મંગાવવા સહિતની કામગીરી ચેરમેનની સહી વિના શક્ય નથી. બીજી તરફ હવે ચાલુ શૈક્ષણિક વર્ષ પૂર્ણ થવા આવ્યુ છે અને આગામી એપ્રિલ માસમાં એટલે કે, દોઢ મહિના બાદ સીબીએસઈ સહિતના બોર્ડની સ્કૂલોમાં શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ જશે. જેથી નવી ફીના ઓર્ડર તેમજ દરખાસ્ત મંગાવવા સહિતની પ્રક્રિયા સાવ ઠપ થઈ ગઈ હોવાનું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે.

Back to top button