
- 200 જેટલા વાલીઓના IT રિટર્ન કઢાવ્યાં
- અમદાવાદની વિવિધ શાળાઓની કાર્યવાહી
- બોગસ વાલીઓ તેમના બાળકોના પ્રવેશ પર કાર્યવાહી
RTE હેઠળના પ્રવેશ મેળવનાર બાળકોના માટે ગેરકાયદે આવકવેરો ભર્યાના રિટર્ન મેળવ્યા બાદ અમદાવાદમાં વિવિધ શાળાઓ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં અમદાવાદ શહેરની ખાનગી સ્કૂલોએ વાલીઓના આવક જાણવા માટે આવકવેરો ભર્યાના ડોક્યુમેન્ટ્સ મેળવવા માટે ખાનગી ડિટેક્ટિવ એજન્સીઓ હાયર કરી છે.
અમદાવાદ શહેરમાં ખાનગી સ્કૂલો દ્વારા આરટીઈ અંતર્ગત પ્રવેશ મેળવનાર બાળકોના પ્રવેશ રદ કરાવી શકાય એ માટે ગેરકાયદે આવકવેરો ભર્યાના રિટર્ન મેળવ્યાં છે. જેમાં ઉદ્ગમ સ્કૂલ દ્વારા પણ આવા 200 જેટલા વાલીઓના આવકવેરો ભર્યાના રિટર્ન કઢાવ્યાં છે અને પછી એના આધારે 150 જેટલા બાળકોના પ્રવેશ રદ કરવા માટે ડીઈઓ કચેરીમાં પણ દરખાસ્ત કરી હોવાનું જાણવા મળ્યું છે.
જેના માટે ખાનગી એજન્સીઓ મારફતે સ્કૂલો વાલીઓની આવકના પ્રમાણપત્રો મળવી રહી છે અને એ આધારે બાળકોના પ્રવેશ રદ કરવાવા શિક્ષણની કચેરીઓમાં રજૂઆત કરવામાં આવે છે. આ સંદર્ભે કાયદાના નિષ્ણાંતો કહે છે કે, આ રીતે ડિટેક્ટિવ એજન્સી દ્વારા કોઈના ઈન્કમટેક્સના દસ્તાવેજો મેળવી શકે નહીં. જો કઢાવવામાં આવ્યા હોય તો ફોજદારી રાહે કાર્યવાહી થઈ શકે છે.
આ પણ વાંચો : રાજ્યમાં પવન સાથે ઠંડીનું જોર વધ્યું ડીસામાં ઠંડીનો પારો 12 ડિગ્રી પહોંચ્યો
સરકાર દ્વારા RTE પ્રવેશ કાર્યવાહીમાં આઈટી રિટર્નનો મુદ્દો કર્યો છે જે સારી બાબત એ છે કે, બોગસ વાલીઓ તેમના બાળકોના પ્રવેશ કરાવામાં સફળ થઈ શકશે નહી. પરંતુ સ્કૂલો દ્વારા આઈટી રિટર્નને હથિયાર તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ખાનગી સ્કૂલો દ્વારા વાલીઓના આવક જાણવા માટે મોટી રકમ ચૂકવી ડિટેક્ટિવ એજન્સીઓ રોકવામા આવી છે અને ગેરકાયદે આવકવેરો ભર્યાના રિટર્ન મેળવવામાં આવી રહ્યાં છે.
કઈ શાળાઓમાં કાર્યવાહી થઈ
શાળાઓએ એજન્સી મારફતે વાલીઓની આવકના ડોક્યુમેન્ટ્સ મેળવ્યા હોય તેવી વિગતો સામે આવી રહી છે. ઉદ્ગમ સ્કૂલ, ઝેબર સ્કૂલ, આનંદ નિકેતન અને ગ્લોબલ ઈન્ડિયા સ્કુલ દ્વારા વાલીઓના IT રિટર્ન અંગે માહિતી મેળવી હોવાની વિગતો સામે આવી છે. અમદાવાદ શહેરની આ પ્રકારની વિગતો એકત્ર કરનારી ખાનગી સ્કૂલો સામે સરકારે સામે આવીને કાનુની કાર્યવાહી કરવી જોઈએ તેવી માગ ઉઠી છે.