ગુજરાત

ધો.1માં પ્રવેશેલા બાળકોની ડેટા એન્ટ્રીમાં વિલંબ થતા તંત્રએ લાલ આંખ કરી

Text To Speech
  • સ્કૂલો દ્વારા હજુ ડેટા એન્ટ્રીમાં ઠાગાઠૈયા કરવામા આવી રહ્યાં છે
  • ત્રણ દિવસમાં ડેટા એન્ટ્રી નહી કરનારી સ્કૂલોની માન્યતા રદ કરવા સુધીની કાર્યવાહી થશે
  • અંદાજ મુજબ સરકારી સ્કૂલોમાં ધોરણ.1માં હજુ માત્ર 20 ટકા જેટલા જ બાળકોની એન્ટ્રી થઈ

ગુજરાત રાજ્યમાં ધો.1માં પ્રવેશેલા બાળકોની ડેટા એન્ટ્રીમાં વિલંબ થતા તંત્રએ લાલ આંખ કરી છે. જેમાં બાળકોની ડેટા એન્ટ્રી ન કરનાર સ્કૂલોની માન્યતા રદ કરી દેવાશે. તેમજ સરકારી સ્કૂલોમાં ધોરણ.1માં હજુ માત્ર 20 ટકા જ એન્ટ્રી થઈ છે. એન્ટ્રી પૂર્ણ ન કરવાની સ્કૂલોને માન્યતા રદ કરવા સુધીની નોટિસ ફટકારવામાં આવશે.

આ પણ વાંચો: ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર: બિપોરજોયથી થયેલા નુકસાનનું વળતર ટૂંક સમયમાં ચૂકવાશે

નોટિસ ફટકારવા શિક્ષણ વિભાગે તમામ જિલ્લાના શિક્ષણના અધિકારીઓને સુચના આપી

રાજ્યની સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી સ્કૂલમાં ચાલુ શૈક્ષણિક વર્ષમાં બાલ વાટિકા અને ધોરણ.1માં પ્રવેશ લેનાર બાળકોની ઓનલાઈન ડેટા એન્ટ્રી કરવાની કામગીરી ધીમીગતિએ ચાલતી હોવાથી શિક્ષણ વિભાગે લાલઆંખ કરી છે. ત્રણ દિવસમાં ડેટા એન્ટ્રી નહીં કરનારી સ્કૂલોની માન્યતા રદ કરવા સુધીની કાર્યવાહી અંગે નોટિસ ફટકારવા શિક્ષણ વિભાગે તમામ જિલ્લાના શિક્ષણના અધિકારીઓને સુચના આપી છે.

આ પણ વાંચો: ગુજરાત પોલીસ અન્ય રાજ્યોમાંથી આવતા વ્યક્તિઓને ગુનો આચરતા પહેલા રોકશે, જાણો કેવી રીતે 

અંદાજ મુજબ સરકારી સ્કૂલોમાં ધોરણ.1માં હજુ માત્ર 20 ટકા જેટલા જ બાળકોની એન્ટ્રી થઈ

શિક્ષણ વિભાગે આપેલી સુચનામાં દર્શાવેલ અંદાજ મુજબ સરકારી સ્કૂલોમાં ધોરણ.1માં હજુ માત્ર 20 ટકા જેટલા જ બાળકોની એન્ટ્રી થઈ છે. પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા યોજેલી વીડિયો કોન્ફરન્સમાં જણાવેલી વિગતો મુજબ બાલવાટિકામાં 10,94,477 બાળક અને ધોરણ.1માં 3,98,690 મળી કુલ 14,93,167 બાળકોનો સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી સ્કૂલોમાં પ્રવેશ થવાનો લક્ષ્યાંક હતો. બાળકોની આ વિગતો જિલ્લા પ્રમાણે યાદી તૈયાર કરીને એડવાન્સમાં મોકલી આપવામાં આવી હતી. તેમ છતાં હજુ ડેટા એન્ટ્રીમાં ઠાગાઠૈયા કરવામા આવી રહ્યાં છે. જેથી નિયામક કચેરી દ્વારા સુચના આપવામાં આવી હતી કે, ત્રણ દિવસમાં ડેટા એન્ટ્રી પૂર્ણ ન કરવાની સ્કૂલોને માન્યતા રદ કરવા સુધીની નોટિસ ફટકારવામાં આવે.

Back to top button