ગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદમાં CNG કિટ પર પાટિયુ રાખી બાળકોને બેસાડનારી સ્કૂલવાન ડિટેઇન કરાશે

  • સ્કૂલ શરૂ થતાં જ આરટીઓ અને પોલીસના અધિકારીઓ રસ્તા પર કાર્યવાહી કરશે
  • અમદાવાદમાં 15 હજાર સહિત રાજ્યમાં 80 હજાર સ્કૂલવર્ધીના વાહનો છે
  • 12 વર્ષથી ઓછી ઉંમરના સ્કૂલવર્ધીની રિક્ષામાં 6 અને કારમાં 12 બાળકોને બેસાડવાની મંજૂરી

અમદાવાદમાં CNG કિટ પર પાટિયુ રાખી બાળકોને બેસાડનારી સ્કૂલવાન ડિટેઇન કરાશે. તેમજ સ્કૂલ શરૂ થતાં જ RTO અને પોલીસ સંયુક્ત કાર્યવાહી કરશે. તથા ખાનગી વાનનો કોમર્શિયલ વપરાશ કરશે તેમના પણ વાહન ડિટેઇન થશે તેમ RTOએ જણાવ્યું છે. અમદાવાદમાં 15 હજાર સહિત રાજ્યમાં 80 હજાર સ્કૂલવર્ધીના વાહનો છે.

આ પણ વાંચો: રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ મુદ્દે PILની સુનાવણીમાં હાઈકોર્ટે સરકાર, RMCને લગાવી ફટકાર

સ્કૂલ શરૂ થતાં જ આરટીઓ અને પોલીસના અધિકારીઓ રસ્તા પર કાર્યવાહી કરશે

રાજકોટ અગ્નિકાંડ બાદ સરકારના તમામ તંત્રોમાં ચાલતા ધુપ્પલ એક પછી એક બહાર આવવા લાગ્યા છે. આ ઘટના બાદ સેફ્ટીના લઈને અનેક પ્રશ્નો ઊભા થયા છે. હવે આડેધડ બાળકો ભરનારા સ્કૂલવર્ધીના વાહનો સામે પણ સકંજો કસાશે. 13મી જૂનથી સ્કૂલ શરૂ થતાં જ આરટીઓ અને પોલીસના અધિકારીઓ રસ્તા પર કાર્યવાહી કરશે. કાર્યવાહીમાં સ્કૂલવર્ધીના વાહનોમાં સીએનજી કિટ પર પાટિયુ રાખી બાળકોને બેસાડેલા હશે તો રસ્તા પર જ વાહન ટિડેઇન કરાશે. ખાનગી વાહનમાં સ્કૂલના બાળકોને બેસાડી કોમર્શિયલ વરરાશે કરવા સહિત નિયમો તોડનાર વાહન પણ ટિડેઇન કરી ચાલક અને વાહન માલિક સામે કાયદેસરની કાર્યવાહી કરાશે. અમદાવાદમાં 15 હજાર સહિત રાજ્યમાં 80 હજાર સ્કૂલવર્ધીના વાહનો છે.

12 વર્ષથી ઓછી ઉંમરના સ્કૂલવર્ધીની રિક્ષામાં 6 અને કારમાં 12 બાળકોને બેસાડવાની મંજૂરી

શહેર પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં ટ્રાફિક પોલીસના અધિકારીઓ સહિત સુભાષબ્રિજ અને વસ્ત્રાલ આરટીઓની ગુરુવારે બેઠક મળી હતી. બેઠકમાં સ્કૂલવર્ધીના વાહનો સામે વાહનવ્યવહાર વિભાગે બનાવેલી ગાઇડલાઇનનું પાલન નહીં કરનારા સ્કૂલવર્ધી વાહનને રોડ પર જ ડિટેઇન કરવાનો નિર્ણય લેવાયો હોવાનું જણાવતા સુભાષબ્રિજ આરટીઓએ કહ્યું કે, નિયમમાં કોઈ બાંધછોડ કરાશે નહીં. બાળકોની જિંદગી મહત્ત્વની છે. વાલીઓએ પણ તકેદારી રાખવી જરૂરી છે. વાહનમાં ડ્રાઇવર સાથે 12 વર્ષથી ઓછી ઉંમરના સ્કૂલવર્ધીની રિક્ષામાં 6 અને કારમાં 12 બાળકોને બેસાડવાની મંજૂરી છે. આ સિવાય વધુ બાળકો હશે તો રસ્તા પર જ વાહન ડિટેઇન કરી દેવાશે. વાલીઓએ પણ પૂરતી વાહનમાં નિયમોનું પાલન થાય છે કે નહીં ? તેની ચકાસણી કરી લેવાની રહેશે. વાહનવ્યવહાર કમિશનર કચેરીએ દ્વારા સ્કૂલવર્ધી વાહનો માટે હાલ કોઈ નિયમ હળવા કરાયા નથી. આથી સ્કૂલ ખૂલતા નિયમનું પાલન નહીં કરનાર સ્કૂલવર્ધીના વાહનો સામે કડક કાર્યવાહી થશે.

વેકેશન બાદ આગામી 13મી જૂન ગુરુવારથી સ્કૂલો શરૂ થઇ રહી છે

વેકેશન બાદ આગામી 13મી જૂન ગુરુવારથી સ્કૂલો શરૂ થઇ રહી છે, ત્યારે સ્કૂલવર્ધીના વાહનોમાં નિયમોનું પાલન થાય છે,કે નહીં તેની તકેદારી રાખવાની જવાબદારી સ્કૂલ સંચાલકોની પણ છે. સ્કૂલ સંચાલકો પોતાની જવાબદારી નિભાવે તે માટે આગામી 11મી જૂને સ્કૂલ સંચાલકો સાથે ટ્રાફિક પોલીસના અધિકારીઓ મીટિંગ યોજીને જરૂરી સૂચના આપશે, જેમાં ટ્રાફિક નિવારણ માટે સ્કૂલની અંદર જ પીકઅપ અને ડ્રોપની વ્યવસ્થા કરવા કડક સૂચના અપાશે. આ પછી લાપરવાહી રાખી હોવાની ફરિયાદ મળશે તો કાર્યવાહી કરાશે.

Back to top button