ગુજરાતદક્ષિણ ગુજરાત

સુરતમાં કીમ-ઓલપાડ સ્ટેટ હાઇવે પર સ્કૂલ વાન પલટી, 6 વિદ્યાર્થી ઈજાગ્રસ્ત

Text To Speech

સુરત, 08 જુલાઈ 2024, થોડા દિવસો અગાઉ વડોદરામાં અચાનક સ્કૂલ-વાનનો પાછળનો દરવાજો ખૂલી જતાં બે વિદ્યાર્થિનીઓ નીચે પટકાઈ હતી.ત્યારે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કીમ નજીક સ્ટેટ હાઇવે પર વહેલી સવારે વિદ્યાર્થીઓ ભરેલી ઈકો વાન પલટી ખાઈ ગઈ હતી. આ સ્કૂલ-વાનમાં કુલ 9 વિદ્યાર્થી બેઠા હતા, જેમાંથી 6 વિદ્યાર્થીને સામાન્ય ઈજાઓ થઈ હતી. સમગ્ર ઘટનાના CCTV સોશિયલ મીડિયામાં ફરતા થઈ ગયાં છે.

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પાસે પલટી મારી ગઈ
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કીમ નજીક કીમ ઓલપાડ સ્ટેટ હાઇવે પર મૂળદ ગામના પાટિયા પાસે વહેલી સવારે વિદ્યાર્થીઓ ભરેલી ઈકો વાન પસાર થઈ રહી હતી. આ દરમિયાન સામેથી અન્ય ખાનગી સ્કૂલ-બસ આવતા ઇકો વાન ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો અને સામેના ટ્રેક પર બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પાસે પલટી મારી ગઈ હતી. ઇકો કારમાં કુલ 9 વિદ્યાર્થી હતા. આ નવ પૈકી 6 વિદ્યાર્થીઓને નાનીમોટી ઈજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક સુરત શહેરની અલગ અલગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

સ્કૂલ-વાન ચાલક બંટી શર્માની પોલીસ દ્વારા ધરપકડ
બનાવને પગલે કીમ પોલીસ દોડતી થઇ ગઇ હતી. હોસ્પિટલ ખાતે જઈને ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓ અને વાલીઓનાં નિવેદન લઇને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સ્કૂલ-વાન ચાલક બંટી શર્માની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આરોપીની સામે ભારતીય ન્યાય સંહિતા અને મોટર વ્હીકલ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ સમગ્ર બનાવમાં સ્કૂલ-વેનમાં અધિકૃત કરવામાં આવેલાં બાળકો કરતાં વધારે બાળકો બેઠાં હતાં એની પણ કલમ લગાડવામાં આવી છે.

આ પણ વાંચોઃવડોદરામાં સ્કૂલવાનનો અચાનક દરવાજો ખૂલ્યો ને બે વિદ્યાર્થીનીઓ રોડ પર પટકાઈઃ જુઓ વીડિયો

Back to top button