ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

કૂતરાઓને જે વાસણોમાં ખોરાક અપાતો હતો તેમાં જ સ્કૂલના વિદ્યાર્થીઓને ભોજન અપાયું

Text To Speech
  • મિડ ડે મીલને લઈને ફરિયાદો માત્ર ભારતમાં જ નહીં, પરંતુ ચીનમાં પણ સરકારી શાળાઓમાં ભોજનને લઈને ઘણી સમસ્યા છે

ચીન, 1 જાન્યુઆરી 2025: મિડ-ડે મીલ વિશે તો લગભગ બધાએ ઘણીવાર સાંભળ્યું જ હશે કે, સરકાર દ્વારા સરકારી શાળાઓમાં બાળકોને મફતમાં આપવામાં આવતા ભોજનને મિડ-ડે મીલ (મધ્યાહન ભોજન) કહેવામાં આવે છે. આ મધ્યાહ્ન ભોજનને લઈને અનેક વખત ફરિયાદો કરવામાં આવે છે, પરંતુ ક્યારેક કાર્યવાહી કરવામાં આવે છે તો ક્યારેક થતી નથી. પરંતુ મિડ ડે મીલને લઈને ફરિયાદો માત્ર ભારતમાં જ નહીં, ચીનમાં પણ સરકારી શાળાઓમાં ભોજનને લઈને ઘણી સમસ્યા છે. ચીનની એક સરકારી શાળામાં કૂતરાઓને જે વાસણોમાં ખોરાક આપવામાં આવતો હતો તેમાં જ સ્કૂલના વિદ્યાર્થીઓને ભોજન આપવામાં આવતાં હંગામો મચી ગયો.

આ સમગ્ર મામલો શું છે?

સરકારી શાળામાં મોટાં બાળકોને ભોજન કરાવ્યા બાદ નાના બાળકોને ભોજન આપવામાં આવે છે. આ સમય દરમિયાન, મોટા બાળકોએ ખાધા બાદ બચેલો ખોરાક કૂતરાઓને પીરસવામાં આવે છે. પરંતુ આ શાળામાં મોટા બાળકોને ખોરાક આપ્યા બાદ કૂતરાઓને ખોરાક આપવામાં આવતો હતો અને પછી બાકીનો ખોરાક નાનાં બાળકોને પીરસવામાં આવતો હતો. આ મામલો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જતાં જ સર્વત્ર ખળભળાટ મચી ગયો હતો.

આ કૃત્ય બાદ સ્કૂલના ઘણાં બાળકો બીમાર પડ્યા હતા, જેના પછી તેમના વાલીઓએ સ્કૂલનો વિરોધ શરૂ કર્યો હતો. આ ઘટના ચીનના લિયાઓનિંગ પ્રાંતની હુઆનરેન કાઉન્ટીમાં આવેલી વુલિડિયનસી સ્કૂલની છે. ઉલ્લેખનીય છે કે, બાળકોનો બચેલો ખોરાક કૂતરાઓને પીરસીને પાછો નાના બાળકોને ખવડાવવામાં આવ્યો હતો. સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટ અનુસાર, ઘટના બાદ દરેક જગ્યાએ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે.

આ અંગે સોશિયલ મીડિયા યુઝર્સનું કહેવું છે કે, આ મામલાની સંપૂર્ણ તપાસ થવી જોઈએ અને આરોપીઓને કડક સજા મળવી જોઈએ. તો કેટલાક યુઝર્સે કહ્યું કે, “કૂતરાઓ ખાનારા કૂતરાએ ખાધેલો ખોરાક ખાવાથી બીમાર કેવી રીતે પડી શકે?

આ પણ જૂઓ: હોટલમાં ખેલાયો ખૂની ખેલ, 24 વર્ષના પુત્રએ માતા અને 4 બહેનોની કરી હત્યા

Back to top button