ચૂંટણી 2022
સુરતમાં મતદાન જાગૃતિ માટે શાળાના વિદ્યાર્થીઓની રેલી
સુરત જિલ્લામાં 1 ડિસેમ્બરના રોજ યોજાનારી વિધાનસભાની ચૂંટણીના ભાગરૂપે ‘અવસર લોકશાહી’નો કેમ્પેઇનમાં મતદારો વધુને વધુ મતદાન કરે તે માટે જનજાગૃત્તિના પ્રયાસો વેગવાન બન્યા છે, ત્યારે સુરત શહેરની ૩૦૦થી વધુ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં મતદાન જાગૃતિ રેલી યોજવામાં આવી હતી. અઠવાલાઇન્સની વનિતા વિશ્રામ હાઇસ્કુલ તથા નાનપુરા સ્થિત ટી. એન્ડ ટી.વી. હાઈસ્કુલથી
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી આયુષ ઓક દ્વારા ફ્લેગ ઓફ આપી રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા નાટક ભજવી તેમજ ચિત્રો, રંગોળી,પોસ્ટર બનાવી મતદાન જાગૃતિનો સંદેશ આપ્યો હતો. આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આયુષ ઓકે લોકશાહીના આ મહાપર્વમાં સામાજિક સંસ્થાઓ, અગ્રણીઓ, શૈક્ષણિક સંસ્થાઓ પણ જોડાય એવી અપીલ તેમણે કરી હતી.