ખેરાલુ: ટોપર મુસ્લિમ વિદ્યાર્થિનીને ઇનામથી વંચિત રાખવા બદલ શાળાએ માફી માંગી ફરી કર્યું સન્માન
મહેસાણા જીલ્લામાં ખેરાલુના લણવા ગામમા 15 ઓગસ્ટના દિવસે ધોરણ 10માં ટોપર વિદ્યાર્થીનીને બદલે બીજા નંબરની છાત્રાનું શાળાએ સન્માન કરતા વિવાદ સર્જાયો હતો,લણવા ગામની કે. ટી. પટેલ સ્મૃતિ વિદ્યાલયમાં ધોરણ 10માં પ્રથમ નંબરે પાસ થયેલી વિદ્યાર્થિની અરઝનાબાનુ સનેવરખાન પઠાણ પંરપરાગત સન્માન સંભારભમાં હાજર હોવા છતાં તેની સાથે ભેદભાવ કરવામા આવ્યો હતો. જેથી વિદ્યાર્થીની જોડે થયેલા આ અન્યાયના મામલામાં ભારે ખળભળાટ મચ્યો હતો. ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારીના તપાસના આદેશ બાદ શાળાના આચાર્ય દ્વારા આખરે લેખિત માફી માગીને પોતાની ભૂલ સ્વીકરી છે. અને શાળા દ્વારા ધોરણ 10માં ટોપર રહેલી મુસ્લિમ વિદ્યાર્થિની અરનાઝનું ફરી સન્માન કરવામાં આવ્યું હતું.
ધોરણ 10ની ટોપર મુસ્લિમ વિદ્યાર્થિનીનું ફરી સન્માન કરાયું
ખેરાલુના લુણવામાં 15 ઓગસ્ટે ટોપરને બદલે બીજા નંબરની છાત્રાનું સ્કૂલે સન્માન કરતા વિવાદ સર્જાયો હતો. શાળા દ્વારા દાખવેલી ભેદભાવ ભરી નીતિને લઈ સમગ્ર મામલો શિક્ષણ જગતમાં ચર્ચાસ્પદ બન્યો હતો. અને જિલ્લા શિક્ષણ અધિકારીએ આપેલી તપાસ બાદ જે સવારે અરનાઝબાનુના ઘરે જઈને આચાર્યએ માફી માગી હતી. તેમજ શાળાની પ્રાર્થના સભામાં વિદ્યાર્થિની અરનાઝબાનુનું બધાની હાજરીમાં સન્માન કરશે તેમ પણ જણાવાયું હતું. આ સાથે તેમણે લેખિત માફી માગીને ભવિષ્યમાં આવી ભૂલ નહીં થાય તેની ખાતરી પણ આપી છે.
જાણો શાળાના આચાર્યએ શું કહ્યું ?
આ મામલે આચાર્ય અનિલ પટેલે જણાવ્યું હતું કે ” આ કાર્યક્રમમાં અમારી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું જ સન્માન કરવામાં આવ્યું છે, અરઝનાબાનુએ ધોરણ-11માં આવતા શાળા બદલી નાખી છે અને આ સન્માનનું આયોજન અમારા સ્ટાફના મિત્રો દ્વારા ચાલુ વિધાર્થીઓને પ્રોત્સાહન માટે રાખવામા આવ્યું હતું”, આ મામલામાં શાળાના સ્ટાફે પણ આ નિવેદન આપ્યું હતું.
વિદ્યાર્થનીના પિતાએ શાળા છોડવા પાછળ આપ્યું આ કારણ
અરનાઝબાનુના શાળા છોડવા અંગે તેના પિતાએ કહ્યું કે “તેમની પુત્રી અભ્યાસમાં ખુબ હોશિયાર છે અને માટે જ શાળામાં ધોરણ-10 પ્રથમ ક્રમે આવી હતી અને કે.ટી. પટેલ સ્મૃતિ વિદ્યા વિહાર શાળામાં ધોરણ-11-12માં આર્ટસ અને કોમર્સમાં જ અભ્યાસ થાય છે, જ્યારે અરઝનાબાનુને સાયન્સમાં અભ્યાસ કરવો હોવાથી શાળા છોડવી પડી હતી.
આ પણ વાંચો : ગૃહમંત્રી અમિત શાહ 28 ઓગસ્ટે ગુજરાત આવશે, જાણો શું છે તેમનો કાર્યક્રમ