

દેશ જયારે આઝાદીના 75 વર્ષની ઉજવણીમાં લાગેલું છે ત્યારે વડોદરાની એક શાળાના વિદ્યાર્થીઓએ માનવ સાંકળ રચી હતી. દરેક બાળકના હાથમાં ત્રિરંગો અને દેશની આઝાદીના 75 વર્ષના ગૌરવશાળી ઈતિહાસની ચમક તેમના ચહેરા પર જોઈ શકાતી હતી.
#WATCH गुजरात: आजादी के अमृत महोत्सव समारोह के तहत स्कूली बच्चों ने वडोदरा में मानव श्रृंखला बनाई। #AzadiKaAmritMahotsav pic.twitter.com/G7Y4zRCCOO
— ANI_HindiNews (@AHindinews) August 6, 2022
આઝાદીના 75 વર્ષની ઉજવણી
સમગ્ર દેશ આઝાદીના 75વર્ષની ઉજવણી કરી રહ્યો છે. ત્યારે વિદ્યાર્થીઓએ 75 આંકની માનવ સાંકળ રચી હતી અને દેશભક્તિના રંગમાં રંગાયા હતા. ડ્રોન દ્વારા લેવામાં આવેલો વીડિયોમાં આ અદભૂત દ્રશ્યો કેદ થયા હતા. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. અને લોકો આ વીડિયોને જોઇને લાઈક્સ અને કોમેન્ટ કરી રહ્યા છે