ટ્રેન્ડિંગધર્મનેશનલશ્રી રામ મંદિર

‘રામ આયેંગે’ ભજન પર શાળાના બાળકો સહિત શિક્ષક પણ ઝૂમી ઉઠ્યા, જૂઓ વીડિયો

Text To Speech
  • મહારાષ્ટ્રના નાગપુરમાં શાળાના બાળકોએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં શ્રી રામ ભગવાનના ભજન પર ડાન્સ કર્યો, બાળકોની સાથે શિક્ષક પણ રામ ભક્તિમાં મંગ્ન જોવા મળ્યા

મહારાષ્ટ્ર, 20 જાન્યુઆરી: રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરીએ થવાની છે. જેના કારણે સમગ્ર દેશમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. ભગવાન શ્રી રામને આવકારવાની દરેક વ્યક્તિ પોતાની આગવી શૈલીમાં તૈયારી કરી રહી છે. દેશના ખૂણે-ખૂણે ભગવાન શ્રી રામના ભક્તો તેમના સ્તરે કંઈકને કંઈક કરી રહ્યા છે. આ ક્રમમાં મહારાષ્ટ્રના નાગપુરની એક સ્કૂલનો વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. વીડિયો જોયા પછી તમે પણ ગર્વ અને આનંદ અનુભવશો.

બાળકોએ શિક્ષક સાથે રામ ભજન પર ડાન્સ કર્યો

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે શિક્ષક સાથે કેટલાક સ્કૂલના બાળકો શ્રી રામ ભજન પર ડાન્સ કરી રહ્યા છે. બાળકો શાળાના હોલમાં કતારમાં ઉભા છે, સામે તેમના શિક્ષક રામ ભજન પર નાચી રહ્યા છે. તે જ સમયે, શાળાના બાળકો તેમના શિક્ષકના ડાન્સ સ્ટેપ્સને અનુસરી રહ્યા છે. શિક્ષકે રામ ભજન પર ખૂબ જ સરસ ડાન્સ સ્ટેપ્સ કર્યા છે. શાળાના બાળકોમાં સારા સંસ્કાર કેળવવાનું કામ પણ શિક્ષકો કરી રહ્યા છે. આખી શાળા રામની ભક્તિમાં મંગ્ન હોય તેવું લાગી રહ્યું છે.

અહીં જૂઓ શાળાના બાળકોનો રામ ભજન પર ડાન્સ

 

આ વીડિયો ન્યૂઝ એજન્સી ANIના ટ્વિટર હેન્ડલ પરથી પોસ્ટ કરવામાં આવ્યો છે. વીડિયોના કેપ્શનમાં લખ્યું છે: મહારાષ્ટ્રના નાગપુરમાં શ્રી રામ જન્મભૂમિ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા શાળાના વિદ્યાર્થીઓ શ્રી રામ ભજન પર ડાન્સ કરતા હતા. આ સમાચાર લખાય છે ત્યાં સુધી આ વીડિયોને 5 લાખ વ્યૂઝ અને 16 હજાર લાઈક્સ મળી ચૂક્યા છે. લોકો આ વીડિયોને ખુબ જ પસંદ કરી રહ્યા છે.

આ પણ વાંચો: રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા તમે ઘરે બેઠા-બેઠા પણ જોઈ શકો છો, જાણો કેવી રીતે?

Back to top button